રવાપરમાં આંગણવાડીનું લોકાર્પણ કરાયું
નખત્રાણા - કચ્છઉદય : રવાપર ગ્રામ પંચાયત પરિવાર દ્વારા નવીન આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, જિલ્લા પંચાયત સભ્ય નેહા અશ્વિન રૂપારેલે રીબીન કાપી અને ખુલી મૂકી હતી. કાર્યકમના અધ્યક્ષ સ્થાને સરપંચ પરેશ વિશનજી રૂપારેલ મુખ્ય મહેમાન અશ્વિન રૂપારેલ, શાંતાબેન ચૂડાસમા, નીતાબેન, પ્રાથમિક શાળા આચાર્ય હેતલબેન કણસાગર, તલાટી નવીનભાઈ મારૂ, ગ્રામ પંચાયત સભ્યો દેવેન્દ્ર નાકરાણી, અબ્દુલભાઈ ચાકી, ઓસમાણ કુંભાર, જેઠાલાલ યાદવ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે સ્વ. વિશનજી દામજી રૂપારેલ પરિવાર દ્વારા બાળકોને પોત્સહાન ગિફ્ટ અને અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંગણવાડી સંચાલક ભારતીબેન ઇશ્વરભાઇ ચંદન સહિત ગામના તમામ સંચાલકો હાજરી આપી હતી. સંચાલન અશ્વિનભાઈ રૂપારેલ અને આભારવિધિ જેઠાલાલ યાદવ કરી હતી.
-------

Comments