Trending News
સ્થાનિક સમાચાર

ભુજની ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલય ખાતે બાળ સુરક્ષા અંગે જાગૃતિ  કાર્યક્રમ યોજાયો

03 August



ભુજ - કચ્છઉદય : શહેરની ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ ભુજ દ્વારા બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતા દ્વારા બાળ સુરક્ષા એકમ વતી ઉપસ્થિત આચુભાઈ મારવાડા અને રાજેશભાઈ આહિરને શાળા પરિવાર વતી આવકાર આપ્યો હતો. ત્યારબાદ વિવિધ દ્રશ્ય - શ્રાવ્ય સામગ્રી, પ્રવચન અને પ્રશ્નોતરી દ્વારા શાળાની ધોરણ ૬ થી ૮ની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ - બેડ ટચ, જુવેનાઈલ જસ્ટીસ એકટ, પોક્સો એકટ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળકોના અધિકારો, બાળ સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓ અને નશા મુક્ત ભારત અભિયાન વિષે માહિતી આપવામાં આવી હતી . કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM