Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનની સભા યોજાઇ

03 August


ભુજ - કચ્છઉદય : નશા મૂકત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો, જેમાં ભુજ બીએપીએસ સંસ્થાના યુવા યુવતીઓ સહભાગી બન્યા હતા. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં બીએપીએસ સંસ્થાના યુવા યુવતીઓ માટે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતની ઓનલાઇન પ્રતિજ્ઞા લઈને આ ઝુંબેશ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભુજ ભાનુશાલી નગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંદિરના કોઠારી વિવેકમંગલ સ્વામીએ યુવાઓને વ્યસન મુક્ત થવા પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો હતો અને ઉત્સાહ સાથે આગળ વધવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામિનારાયણના સમયથી તેમના ૩૦૦૦થી વધુ સંતો અને પરમહંસો ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં વિચરણ કરી લોકોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે સતત પ્રેરણા આપી તે પરંપરા આજે પણ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ચાલુ છે. વર્તમાન કાળે અંતરિયાળ આદિવાસી સમુદાયો હોય કે ઉદ્યોગપતિઓ, યુવાનો હોય કે ખેડૂતો સહિતના અનેક લોકોને વ્યસન છોડીને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા સંતો આપી રહ્યા છે. 
આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા અખંડસેવા સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકર્તાઓએ સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લાઈવ સંબોધનને સૌએ સાંભળ્યું હતું અને પ્રેરણા પ્રાપ્ત કરી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM