માતાનામઢ લિગ્નાઈટ પ્રોજેક્ટ ખાતે સ્થાનિક રોજગારી અને વિકાસ પ્રશ્ને રજૂઆત કરાઈ
મેનેજર અને મહાલક્ષ્મી પી.સી.પટેલ, એમડીઓ ઝાની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત : તંત્ર દ્વારા ઝોનમાં આવતા ગામને અગ્રતા આપવાની ખાતરી
રવાપર -કચ્છ ઉદય : નખત્રાણા તાલુકાના રવાપર ગ્રામ પંચાયત કમાન એરિયા હેઠળના માતાના મઢ લગ્નાઈટ પ્રોજેક્ટ જીએમડીસી પ્લાન્ટની રૂબરૂ મુલાકાત કોંગ્રેસ પરિવાર દ્વારા યોજાઈ હતી. પ્રોજેક્ટ મેનેજર શ્રી દાણી અને મહાલક્ષ્મી અને પી.સી. પટેલ, એમડીઓ શ્રી ઝાની મુલાકાત જિલ્લા પંચાયત વિપક્ષી નેતા રાજેશભાઈ આયર, નેત્રા જિ.પં. સભ્ય નેહાબેન રૂપારેલ, તા.પં. સભ્ય અશ્વિન રૂપારેલ, ગ્રા.પં. સભ્યો વિનોદભાઈ સોની, અબ્દુલ ચાકી, ગામના અગ્રણી દિનેશભાઈ સોની, વિનોદભાઈ અનમ, હિતેન્દ્ર દીવાકર, હાસમ ભટ્ટી, પ્રકાશ જોષી સહિત ગ્રામજનો નિકુંજ મોઢ જોડાયા હતા.
શ્રીમતિ રૂપારેલ દ્વારા ઝોન હેઠળના વિસ્તારમાં આવતા રવાપર ગામના વિકાસ માટે અને સ્થાનિક રોજગારી પ્રશ્ને સ્થાનિકોને તમામ કંપની અને સિક્યુરિટી ભરતીમાં અગ્રીમતા આપવા આવે તેવી માંગ કરી હતી. આ વિસ્તારમાં ઝોન હેઠળના કોઈ કામો હાલે ન થતા અગ્રતા આપવા અને સી.એસ.આર. ફંડ દૂર દૂર ગામડામાં વપરાતા હોય તે કામોની તપાસ કરી આ વિસ્તારના લોકોના કામો પૂર્ણ થતા ન હોઈ તંત્ર આ દિશામાં તપાસ હાથ ધરી વિસ્તારના ગામોને ન્યાય આપવા રજૂઆતના પગલે તંત્ર દ્વારા નિયમો અનુસાર પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી કરવા અપીલ સાથે સ્થાનિક લોકોને અગ્રતા મળે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે મહાલક્ષ્મી કેમ્પની મુલાકાત લઈ તૈયાર કરેલ મા.મઢ ખાણની વિગત ડોમેસ્ટીક ફિલ્મ દ્વારા નિહાળી હતી. તંત્રની ખાતરીથી પ્રતિનિધિ મંડળે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---

Comments