Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ઓમ ફાઉન્ડેશન દ્વારા આત્મહત્યા અટકાવવા માર્ગદર્શન અપાયું 

03 August



ભુજ - કચ્છ ઉદય : આજે અમુક લોકો નકારાત્મક તણાવના કારણે ચિંતા, હતાશા, વ્યસન, છુટાછેડા અને અકસ્માતના ભોગ બની દુઃખી જીવન જીવી રહ્યા છે તો અમુક લોકો દુઃખી જીવનથી કંટાળીને આત્મહત્યા પણ કરી રહ્યા છે. ઉપરોક્ત સામાજિક સમસ્યાઓના સકારાત્મક નિદાન કરવા માટે ભુજની સંસ્થા ઓમ ફાઉન્ડેશને સેડનેસ પ્રિવેન્શન પ્રોજેક્ટ હેઠળ સામાજિક દુઃખ નિવારણ માટે ઓછી આવક ધરાવતા વિવિધ સામાજિક જુથો વચ્ચે તેમના વિસ્તારમાં જોઈને નકારાત્મક તણાવ, વ્યસન, હતાશા, છુટાછેડા, અકસ્માતથી થતા મૃત્યુ અને આત્મહત્યાના કરૂણ બનાવ અટકાવવા માટે ઓમ મેડિટેશન, સકારાત્મક જીવનશૈલી અપનાવાની માર્ગદર્શન, વ્યસન, હતાશા અને આત્મહત્યાની નકારાત્મક વિચારોથી મુક્તિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિસર મનોવૈજ્ઞાનિક, સામાજીક તાલિમ, યોગ સાયકોથેરાપીની શરૂઆત કરી છે. 
હાલમાં ભુજ શહેરના સુરલભીટ્ટ રોડ, સંત રોહિદાસનગર, ગણેશ મંદીર (લુણંગધામ)ના પ્રાંગણમાં ઉપસ્થિત લોકો સાથે સામજિક સમસ્યાઓના સકારાત્મક ઉકેલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિસર તાર્કીક ચર્ચા કરી સકારાત્મક જીવનશૈલી અપનાવા માર્ગદર્શન, માનસિક આરોગ્ય નિષ્ણાત ડો. પંડિત દેવજ્યોતિ શર્માએ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરપર્શન રેખાબેન રમેશ મહેશ્વરી અને સમાજના તમામ આગેવાનો જહેમત ઉઠાવી હતી. 
-- 

Comments

COMMENT / REPLY FROM