ગાંધીધામ વેપારી અપહરણકાંડ : અમદાવાદથી વધુ એક શખ્સ દબોચાયો ? જો કે, પોલીસ ચોપડો હજુય કોરોધાક્કડ : ઉઠયા તરેહ તરેહના સવાલો.!
ઝડપાયેલ શખ્સ શબ્બીરની સાથે કોઈ રોડક વ્યહવાર કરેલ વ્યકિતને અમદાવાદ સ્થિતી ફલેટથી ઉઠાવ્યાની ચર્ચા : રોડક રકમ પણ હાથ લાગી હોવાની ચકચાર : આ ફલેટ પરથી અન્ય એક શખ્સ પણ બગાસા ખાતા પત્તાસા સમાન સ્થિતીએ મોબાઈલ ફોનની આઈડી સાથે મળી આવ્યોની ચર્ચા
તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે, અમારી પાસે નથી : શ્રી ડી જી પટેલ(પૂર્વ કચ્છ એલસીબી)
તપાસ ચાલુમાં છે, હાલતુરંત કંઈ પણ વધુ કહેવાય યોગ્ય નથી : શ્રી રાઠોડ(એ ડીવીઝન પીઆઈ)
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં થોડા દીવસ પહેલા જ એક વેપારી દીલીપ મજીઠીયાનું અપહરણ થયા બાદ તેમાં તરેહ તરેહના ખુલાસાઓ થવા પામીરહ્યા છે. પોલીસે પણ સાત આરોપીઓને પકડી લીધા અને આઠથી દસ લાખ રૂપીયા રીકવર કરી લીધા છે. આ કેસમાં મુખ્ય સુત્રધાર સહિતના ત્રણ શખ્સો હજુય ફરાર છે અને તેની શોધખોળ વિવિધ ટીમો કરી રહી છે. દરમ્યાન જ ચર્ચાતી વિગતો અનુસાર અપહરણ કરનાર જાવેદ સહિતનાઓને લઈને તપાસ ચાલી રહીછે ત્યારે બીજીતરફ સંકુલમાં એવી ચર્ચા જામી છે કે, ગત રોજ તપાસનીશ પોલીસની ટુકડીઓ પૈકીની એક ટીમને આ કેસમાં વધુ એક સફળતા પ્રાપ્ત થવા પામી છે. અમદાવાદથી એક શખ્સને ઉઠાવાયો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, શબ્બીરના રોકડ કોઈ વ્યહવારની કડીમાં અમદાવાદમાથી આ શખ્સને ઉઠાવાયો છે અને તેની પાસેથી સંભવત કેસ પણ રીકવર કરવામા આવી હોવાનુ ચર્ચાય છે. એટલુ માત્ર જ નહી પણ આ ફલેટ પર જયારે તપાસનીશ ટુકડી ત્રાટકી ત્યારે અન્ય એક શખ્સ પણ બગાસા ખાતા પત્તાસાની સ્થિતીએ ઝડપાઈ ગયો છે જેની પાસેથી મોબાઈલમાં પણ આઈડી પ્રાપ્ત થયુ હોવાનુ મનાય છે. જો કે, પૂર્વ્ કચ્છ પોલીસ તંત્રમાં એલીસીબી તથા ગાંધીધામ એ ડીવીઝન હજુ સુધી આ બાબતે સત્તાવાર રીતે કોઈ જ હામી ભરી રહી નથી. ત્યારે હવે ચર્ચાઓ એ થવા પામી રહી છે કે, જે શખ્સ પકડાયો છે તેને લઈને કોઈ દબાણ આવી ગયુ કે પછી પોલીસે તેની અટકમાં કયાંક કોઈ કાચુ કાપયુ છે? શા માટે હજુ સુધી તેને પોલીસ ચોપડે દેખાડવામા આવતો નથી?
.................

Comments