મુંદરામાં નીરજ-લાલના ભ્રષ્ટાચારી રાજથી વેપારી-બ્રોકર્સ લોબીમાં હા..હા..કાર.!
સીબીઆઈ-ઈડી કેમ ન આદરે છાનબીન?
નીરજને સાચવો, નીરજ કહે એટલી રકમ આપી દયો, એટલે ગમે તેવું અટપટું-અઘરુ કન્સાઈનમેન્ટ થઈ જાય કલીયર : પ્રત્યેક બીઓએલ પર કન્ટેઈનર એકથી બે લાખની વસુલીની ચકચાર : જી-કાર્ડની પરીક્ષા બારોબાર પાસ કરવા અપાય છે ખુલ્લી ઓફર : નીરજને દોઢ લાખ આપો અને પરીક્ષા કરો પાસ
મુંદરાના કસ્ટમ કમિશ્નરશ્રી શૈની દેશભરના પારદર્શી-પ્રમાણીક-નોન કરપ્ટ અધિકારીઓની યાદીમાં મોખરામાં આવતુ નામ છે, નીરજ- લાલ જેવા ભ્રષ્ટાચારીઓની બેફામ ઉઘાડી કરોડોની લુંટથી આવા સારા અધીકારીને પણ જવાબો દેવાની આવતી હશે નોબત?
જહાજના કેપ્ટનથી ૧પ૦૦ ડોલરના ઉઘરાણા કરી આ નીરજ કયા અધિકારીને આપે છે? મુંદરામાં કસ્ટમમાં નીરજ કયા ટોંચના અધિકારીઓનો બની બેઠો છે વચેટીયો વહીવટદાર? લાંચની રકમ ઘટાડવાની આજીજી થાય તો નીરજ કહે છે કે અમારે ઉપર સુધી રકમ આપવાની હોય છે? ૧૦ કરોડનો માસીક હપ્તો નીરજ કયા અધિકારીના નામે ઉઘરાવે છે?
મુંદરા કસ્ટમમાં ઈમ્પોર્ટ-એકસપોર્ટ-બોન્ડ સહિતના કોઈ પણ સાચા ખોટા કામો કરાવવા હોય તો નીરજના મોઢે માંગ્યા ભ્રષ્ટ ડુચ્ચા ભરાવી આપો એટલે કામ થઈ જાય
ગાંધીધામ : દેશના મહાબંદરોની સમાંતર જ ધમધમાટ ધરાવતા મુંદરા ખાનગી બંદર પર આવી રહેલા મિસડીકલેરેશન કાંડ તથા ડ્રગ્સ કૌભાંડોના ખુલાસાથી ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. આવા ગંભીર પ્રકારના કૌભાંડોના ખુલાસા થવાથી હવે મુંદરા કસ્ટમમાં પણ મોટા પ્રમાણમાં કાળા ધોળા કરનારાઓ સક્રીય થઈ ગયા હોવાની ચકચાર પણ સામે આવવા પામી રહી છે. દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં નીરજ-લાલની જોડીએ હાલમાં ભ્રષ્ટાચારમાં હાહાકાર મચાવી રાખ્યો હોવાનું કહેવાય છે. મુંદરામાં નીરજ નામનો વહીવટદાર હાલમાં બહુચર્ચિત બની ગયો છે અને અતિ ફાટીને ફુલેકે ચડી ગયો છે. નીરજ કસ્ટમના કયા અધિકારીનો મોટો વહીવટદાર બનીને લાખો નહી કરોડોના લાંચના વ્યહવાર સંભાળી રહ્યો છે? કયા અધિકારીની અવેજમાં અથવા તો તેના નામે આ નીરજ આટઆટલો ફાટીને ધુમાડે ચડી ગયો છે?
આ મામલે સહેજ વિગતો વાત કરીએ તો આયાત નિકાસ હોય કે બોન્ડનો વિષય કે પછી અન્ય કોઈ, નીરજને મળો, તેના મોઢે મોટા મોટા ભ્રષ્ટ ડુચચા ભરાવી દયો એટલે કામ થઈ ગયુ સમજો. કહેવાય છે કે, પ્રત્યેક બીલ ઓફ અન્ટ્રીમા પર કન્ટેઈનર નીરજ દ્વારા કોઈ અધિકારીના નામે એકથી બે લાખની લાંચ વસુલી રહ્યો છે. આયાત-નિકાસનુ હોય કે અન્ય કોઈ તેમાં કસ્ટમના આ બની બેઠેલા અધિકારી વિવાદ-કવેરીઝ મોટી ઉભી કરે છે અને પછી ખુદના જ બનાવેલ વચેટીયા નીરજ મારફતે તે વિષયોના સમાધાન મોટી રકમોની અવેજમાં કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. આ અધિકારીના બની બેઠેલ વચેટીયા એજન્ટ સમાન નિરજને જયારે વેપારીઓ લાંચની રકમ ઘટાડવાની આજીજી કરે છે તો નીરજ કહે છે કે અમારે પ્રત્યેક અઠવાડયે ઉપર પણ ર૦ લાખની રકમ આપવાની હોય છે.વેપારી-ટ્રેડર્સ-બ્રોકર્સ સહીતનાઓ આવા ભ્રષ્ટરાજથી ત્રસ્ત થઈ ગયા છે. નિરજ અને લાલએ રીતસરનો અહી હાહાકાર જ મચાવી દીધો હોય તેવી અવદશા વેપારીઓની અહી થવા પામતી હોવાનો ગણગણાટ વકરી રહ્યો છે.એટલુ માત્ર જ નહી પણ આ નીરજ જે ઉચ્ચ અધિકારી માટે તગડી રકમોના ઉઘરાણા કરતો ફરી રહ્યો છે તેમણે જી કાર્ડની યોજાયેલી પરીક્ષામાં પણ સામેથી સૌને ફોન કરીને કહ્યુ હોવાનુ ચર્ચાય છે કે, નીરજને મળો, દોઢ લાખ રૂપીયા આપો એ જી કાર્ડ પરીક્ષા પાસ કરી જાવ. હું બધું જ ગોઠવી આપીશ. જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં એસીબી નિયામકશ્રી ઉપરાંત સીબીઆઈ ચેરમેનશ્રી અને ઈડી જેવી એજન્સીએ આવા તત્વો પર બાજ નજર રાખી અને ત્રાટકવાની જરૂર છે. જાણકારો તો કહી રહ્યા છે નીરજ જેના માટે લાંચ ઉઘરાવે છે તે અધિકારીની ચેમ્બરની બહાર દરરોજ ર૦ સીએચએની લાઈનો લાગેલી હોય છે. જેઓ પ્રસાદી ધરે-ગાંધીછાપ નોટ દેખાડે તેઓના કામ બારોબાર પતી જાય છે, બાકીનાઓને કલાકો સુધી લાઈનમાં બેસાડી રાખતા હોવાની પણ રાવ ઉઠી રહી છે.
મુંદરા કસ્ટમના વર્તમાન કમિશ્નરશ્રી આખાય દેશના બિનભ્રષ્ટ અને તદન પ્રમાણિક અધિકારીની છબી ધરાવી રહ્યા છે પરંતુ નીરજ જેવા ફોલ્ડરીયા-વહીવટદાર તથા જેના માટે તે લાંચ ઉઘરાવતો હોવાનુ ચર્ચાય છે તેવા એકલ દોકલ અધિકારીઓની ભ્રષ્ટ ભુખના લીધે શ્રી શૈની જેવા પ્રમાણિક અધીકારીઓને પણ જવાબો આપવાની સ્થિતી સર્જાતી હોવાનુ ચર્ચાય છે. નીરજ અને તેના મિત્ર ભ્રષ્ટ અધિકારીથી જહાજ એજન્ટો પણ નારાજ છે કારણ કે જહાજના પ્રત્યેક માસ્ટર પાસેથી તેઓએ ૧પ૦૦ડોલરનું બાંધણુ જોરે મોરે નકકી કરેલું છે. તમે કન્ટેઈનરનીતગડી ફી વસુલો છો, તો અમને કેમ નહી આપો? તેમ કહી અને ૧પ૦૦ ડોલર પ્રતિ માસ્ટર-જહાજ પાસેથી પણ નીરજ ઉઘરાવતો હોવાનુ ચર્ચાય છે. આ પણ કયા અધિકારીના માટે કે કયા અધિકારીના નામે ઉઘરાવાયા છે? જાણકારો તો એટલે સુધી કહી રહ્યા છે કે, નીરજ જે અધિકારી માટે નાણા ઉઘરાવે છે તેનો માસીક રકમનો આંક ૧૦ કરોડને આંબી રહ્યો છે? વગર આગે ધુંવાડા ન હોય, આ પ્રકારની ચાલી રહેલી ચર્ચા અને ફરીયાદોને ધ્યાને લઈ અને હકીકતમાં એસીબી, સીબીઆઈ તથા ઈડી જેવી એજન્સીઓએ આવા નીરજ અને તેના મિત્ર અધિકારીના કારસ્તાનો પર વોચ રાખી અને વેળાસર જ સરકાર હિતમાં કડક કાર્યવાહી કરી અને વ્યાપારી-સીએચએ, જહાજ એજન્ટો સહિતનાઓને રાહત અપાવવી જોઈએ.

Comments