યુદ્ધ કટોકટી વચ્ચે પણ ગાંધીધામની કઇ સ્મગલર્સ ટોળકીની ડીઝલ દાણચોરી બેફામ?
ડીઝલ દાણચોરીનું મોટું કારસ્તાન
ગાંધીધામ વિશ્વભરમાં યુદ્ધના લીધે હોર્મેઝની સામુદ્રધુનીમાં કટોકટી સર્જાઈ છે જહાજો સુરક્ષિત રીતે પસાર કરવા એ પણ મોટો સવાલ બની ગયો છે, ત્યારે બીજી તરફ કચ્છના દરિયાઈ માર્ગે ડીઝલ દાણચોરીનું કુખ્યાત ડીઝલ દાણચોરની મોટું નેટવર્ક ધમધમી રહ્યું ડિજલ દાણોચોરી બેફામ હોવાનું સામે આવ્યું છે.ધમધમી રહી હોવાની ચર્ચા ગાંધીધામના કુખ્યાત ડીઝલ ચોર અને તેના સાગરીતો દ્વારા પ્યોર ૧૦PPM(હાઈ ક્વોલિટી) ડીઝલનો જંગી જથ્થો બાયોડીઝલ અને MHO (મિક્સ હાઈડ્રોકાર્બન ઓઈલ) ના નામે ભારતમાં ઘુસાડવામાં
આવી રહ્યો છે.યુદ્ધના લીધે હોમુર્જમાં કટોકટી છે,જહાજો હેમખેમ નીકળવા પણ મોટો પ્રશ્ન થયો છે, તેવામાં ગાંધીધામના ર્શાવી અને ઠાલવી રહ્યો છે, કુખ્યાત ડીઝલ દાણચોરનો દાણચોરીયુકત ડીઝલ કતારથી ઓમાન અને ત્યાંજથી સિનાઝ પોર્ટપરથી ફરી સપાટી પર આવી રહી
છે, કુખ્યાત ડીઝલ ચોર પ્યોર ૧૦ પીપીએમ એટલે કે ડીઝલનો જ મોટો જથ્થો બાયોડીઝલ, એમએચઓ મુંદરા આવી રહ્યો હોવાનુ ચર્ચાય છે. મુંદરા સુધીઁ માલ લાવવાની જવાબદારી કુખ્યાત ડીઝલ દાણચોર ઉઠાવી, તે બાદ મુંદ્રામાં વેરહાઉસ, સેઝમાં સ્ટોરેજ,મુંદરામાં અધિકારીઓ
સાથેની ગોઠવણી સહિતની જવાબદારી કુખ્યાત ડીઝલ દાણચોરના સાગરીત અને આ બાબતના જુના ખેલાડી ઉઠાવી છે, આ શખ્સ ચેન્નઈમાં પણ મોટા મોટા કનેકશનો ડીઝલ દાણચોરી બાબતે ધરાવતો હોવાની ચર્ચા પણ થવા પામી રહી છે. ચેન્નઈમાં ગાંધીધામના આ શખ્સના બાર્જ પણ ચાલતા હોવાની છે ચર્ચા, ડીઝલ દાણચોરીમાં આ શખ્સ માફીયો છે, મોટા સેટીંગ ધરાવી રહયો છે,હવે ગાંધીધામના કુખ્યાત ડીઝલ દાણચોરની સાથે હાથ મીલાવી ભારતમાં ડીઝલ આવી ગયા બાદ તેને કચ્છમાં અને દેશભરમાં સપ્લાય ચેઈન ગોઠવવાની બધી જ
જવાબદારી આ શખ્સ જઉઠાવી હોવનુ કહેવાય છે.કસ્ટમ, ડીઆરઆઈ જેવી એજન્સીઓ ગાંધીધામના કુખ્યાત ડીઝલ ચોર જેવાનો વાળ પણ વાંકો નહી કરી શકે, આ એજન્સીઓ સાથે મોટી ગોઠવણીઓ કરી બેઠા છે.
....................
કતાર, ઓમાન, શિનાઝ પોર્ટથી મુંદરા થઈ દેશભરમાં ડીઝલની ધૂમ હેરફેરની આશંકા; એજન્સીઓના સેટિંગ સામે સવાલો
ED અને NIA તપાસ કરે
તો મોટો વિસ્ફોટ થવાની શક્યતા
ગાંધીધામ : આ માફિયાઓ કસ્ટમ અને ડ્ઢઇૈં જેવી એજન્સીઓ સાથે મોટી ગોઠવણી કરી બેઠા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે કોઈ કાર્યવાહી થતી નથી. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ડીઝલ સ્મગલિંગના તાર અને તેના આર્થિક લેવડ-દેવડ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જેવી કેન્દ્રીય એજન્સીઓ તપાસનો દોર સંભાળે તો દેશવ્યાપી મોટા રેકેટનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા છે.
..........................
કોની ભુંડી ભૂમિકા? : વેરહાઉસ અને સપ્લાય ચેનનું કાળું નેટવર્ક
ગાંધીધામ : મળતી માહિતી મુજબ, આ કાળા કારોબારમાં ગાંધીધામના કયા શખ્સની ભૂમિકા અત્યંત શંકાસ્પદ અને મહત્વની માનવામાં આવી રહી છે.
રૂટ અને જવાબદારી : આ દાણચોરીયુક્ત ડીઝલ કતારથી ઓમાન અને ત્યાંથી શિનાઝ પોર્ટ થઈ મુંદરા પોર્ટ સુધી લાવવાની જવાબદારી નિભાવે છે. સ્થાનિક ગોઠવણી : મુંદરા પોર્ટ પર માલ આવ્યા બાદ વેરહાઉસિંગ, સેઝ માં સ્ટોરેજ તેમજ આ શખ્સ સ્થાનિક અધિકારીઓ સાથેની ગોઠવણીનું તમામ કામ સંભાળે છે. ૭ ચેન્નઈ કનેક્શન : ડીઝલ દાણચોરીનો જૂનો ખેલાડી હોવાની ચર્ચા છે.ચેન્નાઈમાં પણ તેના મોટા કનેક્શન્સ અને બાર્જ ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. હવે ગાંધીધામના ચકચારી ડીઝલ ચોર સાથે હાથ મિલાવીને ભારતમાં ડીઝલ આવ્યા બાદ કચ્છ અને દેશભરમાં સપ્લાય ચેન ગોઠવવા માટે આ શખ્સ એક્શનમાં આવ્યો છે.

Comments