Trending News
સ્થાનિક સમાચાર

૧૫મી ઓગસ્ટ : રાષ્ટ્રીય પર્વે નાપાક આકાઓથી રહેજો  એલર્ટ : કાંઠાળ કચ્છ પટ્ટે પણ ગાફેલિયત નહીં પાલવે..!

03 August



 તાજેતરની સુરક્ષા ઘટનાઓને પડકાર ફેકતી બનેલી બીનાઓને જોતા લાલબત્તી : જિલ્લા સમાહર્તા તમામ તંત્ર અને સુરક્ષા એજન્સીઓની યોજે ઉચ્ચસ્તરીય સંકલન બેઠક : દેશભરની એજન્સીઓ કચ્છમાંધામા નાખીને બેઠી છે, સંકલનના અભાવે કોઈ સુરક્ષા ચૂક રહી ન જાય તે જોવુ જરૂરી

ભુતકાળમાં આવા સમયમાં ઘણા બનાવો બની ચૂકયા છે, તો હવે ગફલતમાં ન રહેવાય, આપણી નજર ખાણખનીજ પર છે પણ તે જ વાહનમાં શું જાય છે તે કોને ખબર? હવે અંધારામાં રહેવુ ન પાલવે : સરહદ પરના સૈનિકોની જવાબદારી વધી ગઈ!

ભારતમાં જયારે મોટા રાષ્ટ્રીય કે ધાર્મિક કે સામાજિક ઉત્સવો, અથવા તો ચૂંટણી હોય ત્યારે- ત્યારે સરહદો પર નાપાક મુલક અને તેના આક્કાઓ કોઈને કોઈ છમકલાઓ કરતા જ હોય છે, ૧પમી ઓગષ્ટ આવી રહ્યો છે, ભારનતનો રાષ્ટ્રીય તહેવાર છે, કાંઠાળ કચ્છમાં પણ જડબેસલાક સજજતા બની રહી છે જરૂરી



ગાંધીધામ : ભારતમાં જ્યારે પણ મોટા રાષ્ટ્રીય, ધાર્મિક કે સામાજિક ઉત્સવો અથવા તો ચૂંટણી જેવા મહત્વના અવસરો હોય છે, ત્યારે સરહદ પારથી નાપાક મુલક અને તેના આકાઓ કોઈને કોઈ છમકલાં કરવાની ફિરાકમાં હોય છે. આગામી ૧૫મી ઓગસ્ટના રોજ દેશના મહાન રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સરહદી અને કાંઠાળ કચ્છ જિલ્લામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય બની ગઈ છે. આ સંદર્ભે જિલ્લા સમાહર્તા દ્વારા તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ સંકલન બેઠક વેળાસર યોજે અને સુરક્ષા વ્યવસ્થાની આકરી સમીક્ષા કરવામાં  આવે તે સમયનો તકાજો બની રહ્યો છે. તાજેતરમાં કચ્છની સરહદો પર બનેલી ચિંતાજનક ઘટનાઓ અને તાજા ભૂતકાળના બનાવો પર નજર કરીએ તો, કચ્છના મધદરિયેથી ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત 
ઓપરેશનમાં રૂ. ૧૦૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ સિવાય, BSF દ્વારા ક્રીક અને લખપતના શુગર બેટ જેવા સરહદી વિસ્તારોમાંથી સતત ચરસ અને ડ્રગ્સના લાવારીસ પેકેટો મળી આવ્યા છે. દરિયાઈ સીમા પરથી અવારનવાર પાકિસ્તાની બિનવારસી બોટો મળી આવી રહી છે, જ્યારે BSF એ હરામીનાળા નજીકથી ઘૂસણખોરીની શંકા ઉપજાવતી બોટ જપ્ત કરી હતી. આ બોટોમાં સવાર થઈને આવેલા તત્વો ક્યાં ગયા પરત ભાગી ગયા કે દેશના આંતરિક ભાગોમાં ઘૂસી ગયાતે સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો કોયડો બની ગયો છે.હાલના તબક્કે સ્થાનિક સ્લીપર સેલ અને ગેરકાયદે વિઝા વગર રહેતા વિદેશી નાગરિકો દેશ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી રહ્યા છે, જેઓ નાપાક આકાઓને મદદગાર બનતા હોવાની શંકા સેવાઈ રહી છે. બાહ્ય ખતરાઓની સાથે આંતરિક સુરક્ષા સામે પણ મોટા પડકારો ઊભા થયા છે. તાજેતરમાં જ ગાંધીધામમાં ટેન્કરમાં ગુપ્ત ખાના બનાવીને મોકલવામાં આવતો રૂ. ૫૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. એટલું જ નહીં, મુંદરા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કંડલા અને મુંદરા રૂટ પર ચાલતા કરોડો 
રૂપિયાના  ઓઈલ ચોરી સિન્ડિકેટનો પર્દાફાશ કરી રૂ. ૪.૩૪ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઓઈલ પાઈપલાઈન અને સંવેદનશીલ વિસ્તારોમાં બિનઅધિકૃત અડ્ડાઓ પણ સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. આવા સંવેદનશીલ વાતાવરણ અને તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને, ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ ટાંકણે કચ્છમાંથી કોઈ અવાંછિત ઘટનાને અંજામ ન અપાય તે માટે તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ રાઉન્ડ ધ ક્લોક કડક પેટ્રોલીંગ અને કોમ્બિંગ હાથ ધરે તે જરૂરી બની રહ્યુ છે. આમાટે જિલ્લા સમાહૃતાશ્રીએ તમામ ગુપ્તર અને સુરક્ષા એજન્સીઓની એક સંકલન બેઠક યોજવી જોઈએ અને જયાં કયાંય પણ સંકલનનો અભાવ દેખાતો હોય તે દુર કરી સરહદી સલામતી વ્યવસ્થા વધારે સજજડ કરવી ઘટે. 

Comments

COMMENT / REPLY FROM