Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓ કુસ્તીમાં જિલ્લા કક્ષાએ તમામ વિભાગોમાં વિજેતા 

01 August



૨૧ સુવર્ણ અને ૮ રજત ચંદ્રકો મેળવી અવ્વલ

ભુજ - કચ્છઉદય : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ - ભુજ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની કુશ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. જેમાં અંડર ૧૪ - ૧૭ - ૧૯ એમ ત્રણેય વિભાગની અલગ અલગ વજનની ગ્રુપ સ્પર્ધામાં ભાગ લઈ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ની દિકરીઓ સમગ્ર જિલ્લામાં ૨૧ પ્રથમ નંબરે (ગોલ્ડ મેડલ) અને ૮ દ્વિતીય નંબરે (સિલ્વર મેડલ) આમ કુલ ૨૯ મેડલ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ ગૌરવવંતુ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે જે હવે રાજ્યક્ષાએ કચ્છ જીલ્લાનું પ્રતિનિધત્વ કરશે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિય,ા મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
----

Comments

COMMENT / REPLY FROM