Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધામાં આર. ડી. વરસાણી શાળાનો શાનદાર દેખાવ

01 August



ભુજ - કચ્છઉદય : તાજેતરમાં યોજાયેલી શાળાકીય જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધામાં આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સફળતા હાંસલ કરી શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે. આ સ્પર્ધામાં અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ એજ ગ્રુપના કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય અને મહેનતના બળ પર કુલ ૪૨ ગોલ્ડ અને ૬ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાના કુલ ૧૨ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં આર. ડી. વરસાણી શાળાએ વિશેષ સ્થાન મેળવ્યું છે.આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ વિદ્યાર્થીઓની સતત મહેનત, શિસ્ત અને માર્ગદર્શન આપનાર વ્યાયામ શિક્ષક મિત્રોનો અગત્યનો ફાળો રહ્યો છે. સંસ્થા પરિવાર તરફથી તમામ વિજેતા ખેલાડીઓ અને શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ, આચાર્ય તથા ગુરુપતિએ વિદ્યાર્થીઓને આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ આવું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી. તેમણે તમામ ખેલાડીઓને જીવનમાં સતત પ્રગતિ કરવા માટે માર્ગદર્શન આપ્યું તથા ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. 
----

Comments

COMMENT / REPLY FROM