ભુજ સાહેલી દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કરાયું
ભુજ - કચ્છઉદય : જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ સાહેલી દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભુજના રામેશ્વર મંદિરના પ્રાંગણમાં લીમડો, સોનાલી, જાંબુ, કરેણ, જાસુદ જેવા વિવિધ પ્રકારના ફૂલના રોપાનું સાહેલી મેમ્બર્સ, યુનિટ ડાયરેક્ટર્સ અને ઓફિસર્સના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ફુલ-ઝાડના રોપાની વ્યવસ્થા યુનિટ ડાયરેક્ટર જયસિંહભાઈ પરમાર અને ઓફિસર અરુણભાઈ જોશીએ સંભાળી હતી, જેમાં ભુજ સાહેલી ગ્રુપના પ્રમુખ ગોપી રાઠોડ, ભારતીબેન ઠક્કર, રેખાબેન ગોહિલ, માલીની સોની, અંજલી મહેતા અને વિશ્વા ધલે ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો. મંદિરના પૂજારીએ આભાર વ્યક્ત કર્યો હતો.
----

Comments