કચ્છ ક્રિકેટ એશોસિએશનના નવનિયુકત પ્રમુખ રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું સન્માન કરાયું
ભુજ - કચ્છઉદય : કચ્છ ક્રિકેટ એશોસિએશનના નવનિયુકત પ્રમુખ રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુરુપૂર્ણિમાના દિને ભુજ મધ્યે કચ્છ ક્રિકેટ એશોસિએશનના બનેલા નવનિયુકત પ્રમુખ રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું કચ્છના જાણીતા ક્રિકેટર જયેન્દુ શુકલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સહકાર સેવા મંડળ, ભુજના પ્રમુખ ઝહીર સમેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ માલશી માતંગ, આમદભાઈ જત, ખજાનચી યુનુસભાઈ ખત્રી (મુંબઈવાળા) ધ્વારા સન્માનપત્ર, શાલ તેમજ પુષ્પગુચ્છથી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ ક્રિકેટ એશોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ શુભેચ્છા બદલ સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો અને તેમણે ખાત્રી આપેલ કે ભવિષ્યમાં આગામી દિવસોમાં કચ્છના ખેલાડીઓને ક્રિકેટના વિકાસને આગળ વધવા માટે એશોસિએશન સંનિષ્ઠ પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી. જુદા જુદા ફોર્મેટથી ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઈન્વીટેશન ટુર્નામેન્ટ કચ્છના ઉભરતા ખેલાડીઓને અંડર-૧૪, ૧૭, ૧૯ અને ૨૩ અને ઓપન વિભાગના ક્રિકેટરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે કચ્છના જુના સિનિયર ખેલાડીઓ સ્વ. ઈસ્માઈલ સમેજા, પૂર્વ પ્રમુખ અને કચ્છ ક્રિકેટના ભીષ્મપિતામહ સ્વ. ડો. રાજારામ સાહેબ, સ્વ. બહાદુરસિંહજી જાડેજાની ક્રિકેટક્ષેત્રે કરેલી સેવાઓને યાદ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઝહીર સમેજાએ જ્યારે આભારવિધી માલશી માતંગે કરી હતી.
--------

Comments