Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકા માં શાળા મા પુનઃ પ્રવેશ માટે રીવ્યુ બેઠક મળી

01 August


રાપર ;વાગડ વિસ્તારના રાપર તાલુકા મા અનેક વિધાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી શાળા છોડવા નું પ્રમાણ વધારે છે ત્યારે રાપર તાલુકા માં શાળા છોડી ગયેલા વિધાર્થીઓ ને પુનઃ શાળા પ્રવેશ માટે આજે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે રાપર તાલુકા ના બીઆરસી સીઆરસી તથા માધ્યમિક શાળા ના શિક્ષકો ની રિવ્યૂ બેઠક રાપર સરકારી હાઈસ્કુલ ખાતે રાખવામાં આવી હતી જેમાં બેક ટુ સ્કૂલ અંતર્ગત રાપર માંથી ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે એસટી વિભાગના સંકલનમાં રહી ચાર રૂટ તૈયાર કરી વધુમાં વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તદુપરાંત રાપર તાલુકા જિલ્લા કલેકટર અનિલભાઈ રાનવાસીયા ની સુચના થી રાપર તાલુકા ના વિવિધ ગામો ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે ચાર એસટી રુટ શરૂ કરવા મા આવયા છે આ અંગે ડેપો મેનેજર જે બી જોશી ના જણાવ્યા મુજબ  આડેસર લખાગઢ . માણબા .ફતેગઢ  સરસ્વતી કન્યા વિધ્યાલય શરૂ કરવામાં આવશે જેથી વિધાર્થીઓ ને સગવડતા મળી રહેશે આજે યોજાયેલ કાર્યક્રમ માં રાપર તાલુકા માંથી જિલ્લા ફેર બદલી થયેલ સીઆરસીઑ માં.વાલાભાઈ આહીર. જીગ્નેશ પટેલ.. પ્રવીણભાઈ પંડ્યા ની જિલ્લા ફેર બદલી થતા. જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના  હસ્તે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે યોજાયેલ રિવ્યૂ બેઠક મા બીઆરસી કોડીનેટર મેહુલ દવે રાપર સરકારી હાઈસ્કુલ ના આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજા  સુરેશ ગીરી ગોસ્વામી 
 રસનીકાંતભાઈ પટેલ  સુરેશભાઈ સુતરીયા ભાવસિંહ ઝાલા  રમેશભાઈ મઢવી  હરેશભાઈ ડાંગર  જાવેદભાઈ મહિડા  ભાવેશભાઈ પટેલ આશિષભાઈ પટેલ વિરમભાઈ આહિર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા માધ્યમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિવિધ પ્રકારના સુચનાઓ આપી વિધાર્થીઓ ને સગવડતા મળી રહે તથા શાળા ના છોડી જાય તે માટે તથા શાળા છોડી ગયેલા વિધાર્થીઓ ને પુનઃ શાળા માં પ્રવેશ માટે પ્રયત્ન કરવા માટે સુચના આપી હતી

Comments

COMMENT / REPLY FROM