Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકા માં બે થી ચાર ઈંચ વરસાદ થતાં આનંદ ની લાગણી વ્યાપી

01 August


રાપર :હવામાન વિભાગ ની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા આજે બપોરે બે વાગ્યા બાદ ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે થઈ હતી રાપર ..નિલપર ખીરઈ બાદરગઢ ચિત્રોડ ગાગોદર મેવાસા કાનમેર પલાંસવા આડેસર નંદાસર રામવાવ ખેગારપર ગવરીપર કલ્યાણપર સલારી ઉમૈયા પ્રાગપર કિડીયાનગર ધાણીથર ભીમાસર ફતેહગઢ બેલા મૌઆણા બાલાસર રવ ડાવરી ધબડા લોદ્રાણી નાગપુર મોમાયમોરા મોડા આણંદપર વૃજવાણી ખડીર ના રતનપર અમરાપર જનાણ કલ્યાણપર ધોરાવીરા સહિત ના ગામો મા બે થી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તાલુકા મથકે બપોર ના અઢી વાગ્યા બાદ કાળા ડીંબાગ વાદળો ઘેરાયા હતા ખરા બપોર ના સમયે અંધારપટ જોવા મળેલ અને જોત જોતામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો જોત જોતા મા એક કલાક મા ૨ ઈંચ થી વધુ વરસાદ થયો હતો શહેર ની મુખ્ય બજાર માલી ચોક માંડવી ચોક આથમણા નાકા સલારીનાકા ભુતિયા કોઠા રોડ તિરુપતિ નગર બેંક રોડ સહિત ના વિસ્તાર માં પાણી જોશભેર વહેતા થયા હતા આજે પડેલા વરસાદને કારણે ચોમાસું પાક ને ફાયદો થશે મગ ગૂવાર જુવાર બાજરી તલ મગફળી એરંડા કપાસ સહિત ના વિવિધ પાક ને ફાયદો થશે અનેક નદી જીવંત બની હતી તો અનેક તળાવ ડેમ સીમતળાવ મા નવા નીર આવ્યા હતા આમ વાગડ વિસ્તારમાં મેઘરાજા ની મહેર બની હતી હજી પણ બે દિવસ ની આગાહી કરવામાં આવી છે એટલે વાગડ વિસ્તારમાં મેઘરાજા ની મહેર થઈ રહી છે

Comments

COMMENT / REPLY FROM