ગાંધીધામ ક્ષેત્રે એક જ દિવસમાં 16 ‘લૉંગ હૉલ’ ટ્રેનો ચલાવીને ઇતિહાસ રચ્યો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું જુલાઈ 2026માં સર્વાંગી ઉત્કૃષ્ટ પ્રદર્શન: ₹763 કરોડની આવક અર્જિત
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જુલાઈ-2026 દરમિયાન વાણિજ્યિક, સંચાલન, બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU), બિન-ભાડા આવક (NFR), પાર્સલ વ્યવસાય, ટિકિટ ચેકિંગ તથા મુસાફર સુવિધાઓના ક્ષેત્રમાં અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. અમદાવાદ મંડળે જુલાઈ મહિનામાં કુલ ₹763 કરોડની આવક હાંસલ કરીને વધુ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે.મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ, શ્રી વેદ પ્રકાશે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ મંડળના વાણિજ્ય અને પરિચાલન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની પ્રશંસા કરતાં તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
1. નાણાકીય અને વાણિજ્યિક પ્રદર્શન (આવકમાં શાનદાર વૃદ્ધિ)અમદાવાદ મંડળે જુલાઈ-2026 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર આવકમાં વધારો નોંધાવ્યો.
• માલભાડું (Freight) આવક: ₹584.48 કરોડ (ગત વર્ષના ₹553.50 કરોડની સરખામણીએ 5.60% વધુ).
• મુસાફર (Passenger) આવક: ₹147.05 કરોડ (ગત વર્ષના ₹144.72 કરોડની સરખામણીએ 1.61% વધુ).
• અન્ય કોચિંગ (OCH) આવક: ₹22.00 કરોડ (ગત વર્ષના ₹16.67 કરોડની સરખામણીએ 31.97% વધુ).
• પાર્સલ (Parcel) આવક: ₹7.16 કરોડ (ગત વર્ષના ₹6.64 કરોડની સરખામણીએ 7.83% વધુ).
• ટિકિટ ચેકિંગ આવક: ₹2.10 કરોડ (ગત વર્ષના ₹1.60 કરોડની સરખામણીએ 31.25% વધુ).
• શ્રેષ્ઠ ફ્રેટ પ્રદર્શન: નલિયા ફ્રેટ ટર્મિનલ (NLY)એ ₹3.96 કરોડની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ માસિક માલભાડું આવક નોંધાવી.
2. માલ લદાન (Freight Loading) અને પરિચાલનમાં નવા કીર્તિમાન
પરિચાલન વિભાગ (Operating Department) દ્વારા માલ પરિવહન અને ટ્રેન પરિચાલનમાં અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા:
• રેકોર્ડ માલ લદાન: જુલાઈ 2026માં સરેરાશ 2,908.84 વેગન/દિવસ (કુલ 4.50 મિલિયન ટન)નું લદાન થયું, જે ગત વર્ષની સરખામણીએ 7.58% (વજનની માં) વધુ છે. વેગન ટર્નઅરાઉન્ડ (WTR)માં 13.33%નો સુધારો નોંધાયો.
• પ્રમુખ વસ્તુઓના લદાનમાં વૃદ્ધિ:
• કોલસો (Coal): 138.81 વેગન/દિવસ (+123.67%)
• ખાતર (Fertilizer): 603.97 વેગન/દિવસ (+39.43%)
• મીઠું (Salt): 315.03 વેગન/દિવસ (+11.88%)
• ગાંધીધામ ક્ષેત્ર: 2,267.26 વેગન/દિવસ (+10.85%)
• લૉંગ હૉલ’ સંચાલનનો રેકોર્ડ: 29 જુલાઈ 2026ના રોજ ગાંધીધામ ક્ષેત્રમાં એક જ દિવસમાં 16 લૉંગ હૉલ ટ્રેનો ચલાવીને સર્વકાલીન રેકોર્ડ બનાવવામાં આવ્યો. જુલાઈ 2026માં કુલ 385 લૉંગ હૉલ ટ્રેનો ચલાવવામાં આવી, જે ગત વર્ષની સરખામણીએ 1227.58%ની અભૂતપૂર્વ વૃદ્ધિ દર્શાવે છે.
• ઇન્ટરચેન્જ પ્રદર્શન: સરેરાશ 202.03 ટ્રેન/દિવસનું ઇન્ટરચેન્જ નોંધાયું, જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) પોઇન્ટ પર સરેરાશ 95.25 ટ્રેન/દિવસ (+9.96%)નું સંચાલન થયું.
3. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) અને નવા લોજિસ્ટિક્સ ગંતવ્યો
રેલવે સાથે નવા ગ્રાહકો અને વેપારને જોડવા માટે અનેક નવા પ્રયાસો કરવામાં આવ્યા:
• હોન્ડા (HMSI) સાથે ભાગીદારી: વિઠ્ઠલપુર સ્થિત પ્લાન્ટની મુલાકાત લઈને દરરોજ 7,500થી વધુ ઓટોમોબાઇલ/સ્કૂટરોનું રેલવે દ્વારા પરિવહન કરવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી.
• નવા ટર્મિનલ અને સુવિધાઓ: કલોલ-ગાંધીનગર સેક્શન પર આદરજમોટી (AJMB) અને ગોપાલપુર (GPPR)ને નવા આવક/જાવક ગુડ્સ તથા પાર્સલ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યા.
• નવો વેપાર અને ગંતવ્ય: કોટા, રંગિયા, નાગપુર, દિલ્હી, જયપુર અને ભાવનગર મંડળો માટે કોલસો, ખાતર, મિશ્ર સામગ્રી તથા કન્ટેનર રેક મોકલવામાં આવ્યા. મારુતિ સુઝુકી GCT, બેચરાજી (MSIB)થી મેસર્સ સુશીલા ટ્રાન્સપોર્ટ સાથે મેલપક્કમ માટે નવો ઓટોમોબાઇલ ટ્રાફિક શરૂ કરીને ₹36.25 લાખની વધારાની આવક પ્રાપ્ત કરવામાં આવી.
4. બિન-ભાડા આવક (NFR) અને મુસાફર સુવિધાઓ
મંડળે બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા આવક વધારવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી:
• જાહેરાત અને રેડિયો ટેક્સી: સાબરમતી, કલોલ, અમદાવાદ અને પાલનપુર ખાતે ઈ-ઓક્શન તથા જાહેરાતો દ્વારા નવા કરારો કરવામાં આવ્યા. સાબરમતી અને અમદાવાદ સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયામાં રેડિયો ટેક્સી/કેબ સેવાઓ માટે કુલ ₹1.34 કરોડના 3 વર્ષના કરારો આપવામાં આવ્યા.
• સફાઈ અને વેન્ડિંગ કરાર: ગાંધીધામ ખાતે C&W યાર્ડ અને ગુડ્સ શેડની સફાઈ માટે ₹2.12 કરોડનો 3 વર્ષનો કરાર કરવામાં આવ્યો. સામાન્ય ટ્રેનોમાં સામાન વેચવા માટે ટ્રેન સાઇડ વેન્ડિંગ (TSV) શરૂ કરવામાં આવ્યું.
• પાર્કિંગ, પે-એન્ડ-યૂઝ અને OSOP: વિસનગર ખાતે પાર્કિંગ તથા અસારવા ખાતે શૌચાલયની જાળવણીનો કરાર ફાળવવામાં આવ્યો. ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ (OSOP) હેઠળ સાબરમતી ખાતે નવી એકમ ઉમેરવામાં આવતાં મંડળમાં તેની કુલ સંખ્યા 18 થઈ છે.
• પાર્સલ લીઝિંગ: 7 પાર્સલ સંપત્તિઓને 3 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી, જેના થકી ₹14.87 કરોડની (ચાલુ નાણાકીય વર્ષમાં ₹3.31 કરોડ) અંદાજિત આવક પ્રાપ્ત થશે.
•
5. મુસાફર સેવાઓ, વિશેષ ટ્રેનો અને સ્વચ્છતા અભિયાન
• અમૃત ભારત ટ્રેન: અમદાવાદ મંડળને તેની પ્રથમ ‘અમૃત ભારત’ રેક પ્રાપ્ત થઈ, જેને 6 જુલાઈ 2026થી ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ તરીકે સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહી છે.
• વિશેષ ટ્રેનો અને વધારાના કોચ: મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને 56 ફેરા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી અને 308 વધારાના કોચ જોડવામાં આવ્યા, જેના કારણે 0.85 લાખ મુસાફરોને સુવિધા મળી અને ₹7.39 કરોડની આવક પ્રાપ્ત થઈ.
• • કડક ટિકિટ ચેકિંગ: જુલાઈ મહિના દરમિયાન ટિકિટ વિના/અનિયમિત મુસાફરી કરનારા આશરે 25,000 મુસાફરો પાસેથી ₹2.10 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. 11 વિશેષ કિલ્લા ચેકિંગ (Fortress Checks) અભિયાનો દરમિયાન ₹14.90 લાખની વસૂલાત કરવામાં આવી.
• • એન્ટી-લિટરિંગ અભિયાન: સ્વચ્છતા જાળવવા માટે ધારા 198 હેઠળ આશરે 1,200 કેસ નોંધવામાં આવ્યા અને ₹3.40 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.
6. અન્ય મુખ્ય સિદ્ધિઓ, નિરીક્ષણ અને માનવીય પહેલ
• ઐતિહાસિક જીવનરક્ષક પહેલ (31.07.2026): મંડળના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ વચ્ચે વિશેષ ગ્રીન કોરિડોર બનાવીને એક ‘લાઇવ હાર્ટ’ (Live Heart) સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યું, જેના કારણે એક દર્દીનો જીવ બચાવી શકાયો.
• નવીનતા (iCreate) અને પર્યાવરણ: DRM અમદાવાદે iCreateની મુલાકાત લઈને સ્ટાર્ટઅપ્સને રેલવેમાં AI, ડ્રોન અને પ્રેડિક્ટિવ મેન્ટેનન્સના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા. 12 જુલાઈના રોજ 10 મુખ્ય સ્થળોએ 8 લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખીને મેગા વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું.
• આપત્તિ પ્રબંધન: ભારે વરસાદ અને જળબંબાકાર દરમિયાન મંડળે ટ્રેનો રદ કરવાને બદલે 27 ટ્રેનોના માર્ગમાં ફેરફાર (Divert) કરીને મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડ્યા. સાથે જ અમદાવાદ, મહેસાણા, ધ્રાંગધ્રા અને વિરમગામ સ્ટેશનો પર મુસાફરોને ભોજન અને પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું.
..............

Comments