Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા?  વરસાદી નાળાઓ કચરાથી ‘ખચાખચ અમુક ઠેકેદાર-એન્જીનીયર્સ અને માટીપગા અધિકારીઓની બલિહારીઃ પ્રજા ત્રાહીમામ.!

01 August


 ૩ ઇંચ વરસાદ પડે તો આખું માર્કેટ ડૂબવાની વેપારી વર્ગને ભીતિ! : નવી બોડી અમુક એન્જીનીયરની બેદરકારી બાબતે મનપા તંત્રના જવાબદારોના આમળે બરાબરના કાન

આ બાબતે તપાસ કરાવીશુ, એન્જીનીયરોના પણ જરૂરી પુછાણા લઈશુ : શ્રી રામાનુજ (ડે.કમિશ્નર ગાંધીધામ મનપા.)

કોન્ટ્રાક્ટર કોણ છે? કોની મહેરબાનીથી નાળાઓમાં ૪૦ ટ્રેક્ટર જેટલો કચરો અને માટી જામનો ખડકલો હજુય પડયો છે : રેલવે કોલોની, મુખ્ય બજાર, ચાવલા ચોક અને ગ્રીન પાન પાસેના નાળા જામ; કમિશનર કે શાસકો ઠેકેદારને દંડ કરવાની હિંમત બતાવશે?


શહેરમાં વરસાદી નાળા પણ અટલા ઉંભા બનાવી દીધા છે કે સુવિધાના બદલે વરસાદી નાળાઓ આફત જ સર્જી રહ્યા છે? રોડની લેવલના જ વરસાદી નાળા હોાવ જોઈએ, એના કઈક લોકોએ બૂમબરાડાઓ કર્યા પણ મનપાના બની બેઠલા એન્જીનીયરોએ ઠેકેદારો સાથે સેટીગ કરી લીધુ હોવાથી આડેધડ વરસાદી નાળાઓ બનાવ્યા, આ તે વળી કેવા એન્જીનીયર કહેવાય!



ગાંધીધામ : ચોમાસાની સિઝન બરાબર જામી છે ત્યારે ગાંધીધામ સંકુલમાં પ્રિ-મોન્સૂન સફાઈ કામગીરીના મોટા-મોટા દાવાઓ ફસકાઈ ગયા હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગાંધીધામના જૂના અને નવા બનેલા તમામ વરસાદી નાળાઓ આજે પણ કચરા, પ્લાસ્ટિક, માટી અને પેવર બ્લોકના ટુકડાઓથી ખચાખચ ભરેલા પડ્યા છે. જો ભૂલેચૂકે પણ શહેરમાં ૩ થી ૫ ઇંચ વરસાદ પડી જાય, તો આખો વહીવટ ધોવાઈ જશે અને વેપારીઓ સહિત સ્થાનિક રહિશોને રોવાનો વારો આવે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજીતરફ આ બાબતે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર શ્રી રામાનુજની સાથે વાત કરતાતેઓએ કહયુ હતુ કે, વરસાદી નાળાનુ કામ નિયમ અનુસાર થયુ છે કે નહી તે બાબતે ચોકકસથી તપાસ કરાવવામાં આવશે અને એન્જીનીયરોના પણ જરૂરી પુછાણા લેવામા આવશે તેવી ખાત્રી દૃશાવ હતી.

....................

વરસાદી નાળાં બન્યાં ત્યારે ‘બની બેઠેલા’ વેપારી નેતાઓ કઈ બખોલમાં સંતાયા હતા?

પાણી રસ્તા પર અને નાળાં ઊંચા! આડેધડ બાંધકામ વખતે એન્જિનિયરોના કાન ખેંચવા કેમ કોઈ આગળ ન આવ્યું? : બની બેઠેલ વેપારી નેતાઓ કે સ્વાર્થી ઉઘરાણાખોરો?


ગાંધીધામઃશહેરમાં સામાન્ય વરસાદમાં પણ ચોત૨ફ પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે હવે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. લાખો-કરોડોના ખર્ચે બનેલા વરસાદી નાળાં જ એવા આડેધડ બનાવવામાં આવ્યા છે કે વરસાદનું પાણી નાળાં સુધી પહોંચવાને બદલે રસ્તા પર જ સડી રહ્યું છે!સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ વરસાદી નાળાંનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે જ કાગળ પરની ડિઝાઈનો અને સ્થળ પરનું બાંધકામ તદ્દન ઊંધું હતું. નાળાંના લેવલ રસ્તાના સ્તર કરતાં ઊંચા બનાવી દેવાયા છે, જેના કારણે પાણી નાળાંમાં જઈ જ શકતું નથી. જુઓ તો ખરા, શું ચોમાસાનું પાણી આ નાળાંમાં જાય છે ખરું? આ તો તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનું પરિણામ છે જે આજે પ્રજા ભોગવી રહી છે.““જ્યારે આ ભ્રષ્ટ બાંધકામ ચાલતું હતું ત્યારે વેપારીઓના નામે રોટલા શેકતા અને ‘બની બેઠેલા’ નેતાઓ કઈ બખોલમાં સંતાઈ ગયા હતા? એન્જિનિયરો અને તંત્રના અધિકારીઓ સામે વિરોધ નોંધાવી તેમના કાન ખેંચવાની દાનત કેમ ન દાખવી?““હકીકત એ છે કે આ બની બેઠેલા નેતાઓને વેપારીઓના હિત સાથે કશી લેવાદેવા નથી. એમનું કામ માત્ર વેપારીઓના નામે પોતાના સંગઠનો ચલાવવાનું, ઉઘરાણા કરવાનું અને પોતાનો ‘ફિલ્મ‘ (સ્વાર્થ) ચલાવવાનું જ છે. વેપારીઓનું ભલું તો આ નેતાઓ માટે ‘તેલ લેવા’ ગયું છે! જો નાળાં બનતી વખતે આ નેતાઓએ અવાજ ઉઠાવ્યો હોત અને યોગ્ય કામ કરાવ્યું હોત, તો આજે વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવાનો અને દુકાનોમાં પાણી ભરાવાનો વારો ન આવ્યો હોત!


......................


દુકાનો અને મકાનો ડૂબશે તો જવાબદાર કોણ?


ગાંધીધામ : જો આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે, તો આ જામ થયેલા નાળાઓના કારણે વરસાદી 
પાણી આગળ વધવાને બદલે રિવર્સ મારશે. પરિણામે, મુખ્ય માર્કેટની અંદર આવેલી કરોડો રૂપિયાના માલસામાનથી ભરેલી દુકાનોમાં પાણી 
આરપાર થઈ જશે. આ ઉપરાંત, આસપાસના નીચાણવાળા ભાગમાં આવેલા સેંકડો મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ જવાની પૂરેપૂરી ભીતિ છે.


..............

મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ ગાંધીધામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા


સુંદરપુરી, ૯-બી, અપના નગર અને ગોપાલપુરી સહિતના વિસ્તારો જળબંબાકાર; રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડ્યા, જનજીવન પર વ્યાપક અસર


““ગાંધીધામઃ““ગાંધીધામ સંકુલ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારની મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શનિવારે પણ ધીમીધારે અને સતત વરસતો રહ્યો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે ગાંધીધામના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના સુંદરપુરી, ૯-બી વિસ્તાર, અપના નગર તેમજ ગોપાલપુરી સહિતના મુખ્ય અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. અનેક વિસ્તારોમાં રસ્તા વચ્ચે જ વાહનોમાં પાણી પેસી જતાં ગાડીઓ બંધ પડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા, જેના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.સતત વરસી રહેલા વરસાદ અને ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાને પગલે ગાંધીધામના સ્થાનિક જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને વેપાર-રોજગાર પર પણ તેની અસર પડી છે. સ્થાનિક રહીશો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી પણ ઉઠી રહી છે.
----------------

આ પ્રખ્યાત નાળાઓની હાલત દયનીય

ગાંધીધામ : સ્થળ પરની વિગતો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, ગાંધીધામના હાર્દ સમાન વિસ્તારોમાં આવેલા મુખ્ય વરસાદી નાળાઓની હાલત અત્યંત બદતર છે. રેલવે કોલોની નાળું અને મુખ્ય બજારનું વરસાદી નાળું““ચાવલા ચોક કરાચી સાયકલ પાસેનું નાળું““ગ્રીન પાન પાસે આવેલું વરસાદી નાળું““આ તમામ નાળાઓમાં અંદર એટલી હદે કચરો જામી ગયો છે કે પાણીના નિકાલ માટે સહેજ પણ જગ્યા બચી નથી. નવું બનેલું નાળું હોય કે જૂનું, બંનેમાં કચરાના ગંજ ખડકાયેલા છે.

..............

વાર્ષિક કોન્ટ્રાક્ટ છતાં નાળાઓ કેમ જામ?

ગાંધીધામ : સૌથી મોટો સવાલ એજન્સીની કામગીરી સામે ઊભો થઈ રહ્યો છે. ગાંધીધામમાં આખા વર્ષ માટે વરસાદી નાળાઓની સફાઈ કરવાનો વાર્ષિક ઠેકો (કોન્ટ્રાક્ટ) જે એજન્સી આપવામાં આવ્યો છે. તેમના મનપાતંત્રએ પુછાણા લેવા જોઈએ.  જાણકારો કહી રહ્ય ાછે કે, સરકારી ચોપડે સફાઈના મોટા બિલ ફાટતા હશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આજે પણ નાળાઓ કચરાપેટી બન્યા છે. જાણકારોના મતે, જો અત્યારે આ નાળાઓ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો તેમાંથી ૩૫ થી ૪૦ ટ્રેક્ટર ભરાય એટલો કચરો, માટી અને પ્લાસ્ટિક નીકળે તેમ છે.

 

Comments

COMMENT / REPLY FROM