રાપર તાલુકાના સરકારી દવાખાનાઓમાંથી એક્સપાયરી ડેટની દવાનો સ્ટોક મળતાં ચકચાર ?
ચેકિંગ દરમિયાન રાપર, પલાસવા સહિતના આરોગ્ય કેન્દ્રમાંથી મળી એક્સપાયરી ડેટની દવાઓ : સરકારી દવાખાનાઓમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું આવ્યું સામે
રાપર - કચ્છઉદય : વાગડ વિસ્તારના રાપર તાલુકામા અનેક સરકારી આરોગ્ય કેન્દ્ર તથા રાપર સીએચસી અને પલાસવા સીએચસી આવેલ છે રાપર તાલુકામાં ખુદ સરકારી દવાખાનામાં જ મુદત પૂરી થઈ ગયેલ દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામા આવતા હોવાનું ઉજાગર થયું છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ ઢીલા, જિલ્લા પંચાયત ગાગોદરના સદસ્ય સુરેશભાઈ મકવાણા, ચિત્રોડ સરપંચ કુલદીપસિંહ જાડેજા તથા ગામના જાગૃત લોકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ સરકારી દવાના જથ્થાની તપાસ કરી તો અનેક દવાઓની એકસપાયરી ડેટ એક વર્ષ પહેલા કે કોઈની બે ત્રણ મહિના પહેલા તો અમુક દવાઓ તો વર્ષોથી મુદત પૂરી થઈ ગઈ છે છતાં આપવામા આવે છે. આરોગ્ય કેન્દ્રમાં દશથી બાર જેટલા કબાટમાં દવાઓનો સંગ્રહાલય હતો, જેમાંથી સાઇઠ ટકાની મુદત પૂરી થઈ ગઈ હતી. જો એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશાળ સંખ્યામાં એકસપાયરી ડેટની દવા મળી તો અન્ય આરોગ્ય વિભાગના દવાખાના સીએચસી તથા રાપર તાલુકામાં બોગસ ડોક્ટરો બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મુનાભાઈ એમબીબીએસ પણ દવાઓ એકસપાયરી ડેટની પધરાવી રહ્યા છે. સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તપાસ કરે તો લાખોની સંખ્યામાં એકસપાયરી ડેટની દવા મળી રહે તેવી શક્યતા ખુદ આરોગ્ય વિભાગના એક કર્મચારીએ
કરી હતી.

Comments