રાપર સહિત વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા
રાપર :હવામાન વિભાગ ની આગાહી વચ્ચે આજે વાગડ વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા રામવાવ ખેગારપર ગવરીપર સુવઈ ત્રંબૌ તથા સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર ઝાપટા વરસ્યા હતા તો તાલુકા મથક રાપર શહેર મા સાજે સાત વાગ્યે ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યાર બાદ જોરદાર ઝાપટા વરસ્યા હતા જેના લીધે શહેર ની બજારો તથા શેરીઓમાં થી પાણી વહી નિકળ્યા હતા વરસાદ ના કારણે લોકો ને ગરમી માં રાહત મળી હતી આજે પડેલા ઝાપટા ના લીધે ઉભા પાક ને ફાયદો થાય તેમ ખેડૂતો એ જણાવ્યું હતું

Comments