લાયોનેસ ક્લબ ઓફ ભુજને શૈક્ષણિક પ્રોજેક્ટ માટે અનુદાન અપાયું
ભુજ - કચ્છઉદય : લાયોનેસ ક્લબ ઓફ ભુજના કારોબારી સભ્ય ભારતીબેન પાંધી તરફથી સ્વ. માહિમભાઈ પાંધીની ર૧મી પુણ્યતિથિ નિમિત્તે લાયોનેસ ક્લબના શૈક્ષણિક પ્રોજેક્ટના ફંડમાં ૧૧ હજાર રૂપિયા અપાયા હતા. તે બદલ પ્રમુખ રીટાબેન, મંત્રી હર્ષાબેન, ખજાનચી બેલાબેને આભાર માન્યો હતો. એડવાઈઝર તેજલબેન દ્વારા આગામી સેવાકીય અને બાળકોના લગતા પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી હતી. ભાવનાબેન ઝવેરી દ્વારા ધાર્મિક પ્રોજેક્ટ વિશેની માહિતી આપવામાં આવી હતી. જયશ્રીબેન, નૂતનબેન અને શીતલબેને વ્યવસ્થા સંભાળી હતી.
-------

Comments