કચ્છ જિ.પં. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ એમ. આહિરની વરણી
ભુજ - કચ્છઉદય : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશથી કચ્છ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ એમ. આહિરની વરણી કરાઈ છે. રાજેશ આહિર નિરોણા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય છે. કોંગ્રેસ પક્ષના એનએસયુઆઈ યુથ કોંગ્રેસની જવાબદારીઓ પણ અગાઉ પક્ષ તરફથી મળી હતી. નિરોણા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય, નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છે. પક્ષે કચ્છની જનતાના અસરકારક પ્રશ્નોનું નિવારણ કરવા, લોક ઉપયોગી કાર્ય અર્થે તેમને આ જવાબદારી સોપી છે.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, વાલજીભાઈ દનીચા, ઈબ્રાહીમભાઈ મંધરા, મહેશભાઈ ઠક્કર, સંતોકબેન આરેઠીયા, શાંતિલાલ સેંઘાણી, મામદ જત, રામદેવસિંહ જાડેજા, ઈબ્રાહીમ કુંભાર, અશ્વિન રૂપારેલ, અનવર મંધરા, પી.સી.ગઢવી, પ્રેમસિંહ સોઢા, જિલ્લા પંચાયત સભ્ય નેહલબા સુલતાનસિંહ જાડેજા, મેઘબાઈ માનશી ગીલવા, નેહાબેન અશ્વિન રૂપારેલ, ગની કુંભાર, કલ્પનાબેન જોષી, અરજણ ભુડીયા, ભરત ઠક્કર, વિસનજીભાઈ પટેલ, રમેશદાન ગઢવી, વંકા દેવા રબારી વિગેરેએ શ્રી આહિરની નિમણુંકને આવકારી હતી.
----------

Comments