Trending News
સ્થાનિક સમાચાર

ભુજની જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ તથા થેલેસેમિયા જાગૃતિ કેમ્પ યોજાયો

31 July


રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા 


ભુજ - કચ્છઉદય : ‘એક પેડ માં કે નામ’ પ્રોજેક્ટ અંતર્ગત ભુજની જે.બી. ઠક્કર કોમર્સ કોલેજના પ્રાંગણમાં ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ પ્રોજેક્ટને વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
ત્યારબાદ યોજાયેલા થેલેસેમિયા જાગૃતિ કેમ્પ દરમિયાન બાળરોગ નિષ્ણાંત ડૉ. મોનીલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતીસભર અને જાગૃતિસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે થેલેસેમિયા રોગ શું છે, તેના વિવિધ પ્રકારો, તેના નિવારણના ઉપાયો, પરિવાર અને સમાજમાં જાગૃતિનું મહત્વ તેમજ લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની આવશ્યકતા અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ કેમ્પનો લાભ અંદાજે ૪૫૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ લીધો હતો. વિદ્યાર્થીઓના તમામ સવાલોના જવાબો સરળ ભાષામાં આપવામાં આવ્યા હતા.
આ બંને પ્રોજેક્ટમાં પ્રમુખ રોટે. ડૉ. અભિનવ કોટક, મંત્રી રોટે. રોબિન રૂપારેલ, ખજાનચી રોટે. જીત મોટા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મૌલિક બારોટ તેમજ કોલેજના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટે. અમર મહેતાએ સેતુરૂપ ભૂમિકા ભજવી હતી તેમજ સહાયક ગવર્નર રોટે. દત્તુ ત્રિવેદી, પ્રોજેક્ટ ચેરમેન રોટે. ભરત ભણશાલી, રોટે. હર્ષદ હાલાણી, રોટે. પ્રિતેશ ઠક્કર, રોટે. ચિરાગ ઠક્કર તેમજ રોટે. હિતેન્દ્ર મકવાણા, રોટે. ધીરેન્દ્ર પાઠક, રોટે. સુબોધ ઠક્કર અને રોટે. હિતેશ સોનીની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રકારના સેવાકીય અને જનજાગૃતિના પ્રોજેક્ટો દ્વારા રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી સમાજમાં આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક જાગૃતિ માટે સતત કાર્યરત રહેવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરે છે. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડો. સોમીયા અજાણીએ કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપકો ડો. હેતલ શાહ, ડો. ડી.કે. આગરા વગેરે હાજર રહ્યા હતા.
-----

 

Comments

COMMENT / REPLY FROM