નખત્રાણામાં રોડ પરથી રેતી હટાડવાની કામગીરી શરૂ કરાઈ
નખત્રાણા - કચ્છઉદય : શહેરના રોડ પર રેતીના થર જામી જવાના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે તે અંગે તાજેતરમાં યોજાયેલ સંકલન બેઠકમાં રજૂઆતો કરવામાં આવી હતી. હજુ પણ સર્વિસ રોડ ઉપર ખાનગી વાહનોના ખડકલાના કારણે રાત્રે વોકિંગ કરવા નીકળતા નગરવાસીઓને ભારે તકલીફ પડી રહી છે જે બાબતે પણ રજૂઆતો થઈ હતી અનેક દિવસો સુધી અહીં વાહનો પડ્યા રહે છે.
બેઠકમાં નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંતભાઈ વાઘેલા દ્વારા રોડ પરની રેતી તથા સર્વિસ રોડ ઉપર પડેલા વાહનો હટાવવા માટેની રજૂઆતો કરાઈ હતી. રેતીના કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા છે ત્યારે નખત્રાણા એસટી વર્કશોપથી વથાણ ગોમતી કોમ્પ્લેક્સ અને કેવી હાઈસ્કૂલ સુધી પડેલી રહેતી હટાવવાની માંગ કરાઈ હતી જીએસઆર ડીસીને નખત્રાણા પ્રાંત તેમજ નખત્રાણા મામલતદાર દ્વારા સુચના આપવામાં આવી હતી જે સૂચના મુજબ રોડ પરની રેતી હટાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પડેલા સર્વિસ રોડ ઉપરના વાહનો પણ હટાવવામાં આવે એવી માંગ કરાઈ હતી જે પણ રાત્રે નીકળતા લોકો માટે ભારે અડચણરૂપ થાય છે જે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
-----

Comments