રણછોડભાઈએ ૧૧૦ વખત બ્લડ ડોનેશન કરી લોકોને પ્રેરણા આપી
ભુજ - કચ્છઉદય : ટુવા ગામના રણછોડભાઈ લવજીભાઈ સુમેરાએ અત્યાર સુધી ૧૧૦ વખત બ્લડ ડોનેશન કરીને લોકોને પ્રેરણા આપી છે. હોસ્પિટલોમાં અનેક વખત લોકોને બ્લડની જરૂર પડે છે, ત્યારે લોકો બ્લડ ડોનેટ કરી તે જરૂરી છે. રણછોડભાઈ સમાજ માટે એક પ્રેરણારૂપ બન્યા છે. તેઓ પોલીયો જેવા અભિયાન હોય કે, પછી લમ્પી વાયરલ કે, કોરાના કાળમાં તેઓ સેવા કરવામાં હંમેશા આગળ રહ્યા છે. ૧૧૦મી વખત બ્લડ ડોનેટ કર્યું ત્યારે તેમનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
----

Comments