Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ અપહરણકાંડ : ક્રીપ્ટો-યુએસડીટી કડી ખુલી છે તો આઈજીની કચ્છ સાયબરક્રાઈમ ટીમ કેમ તપાસમાં ન જોડાઈ?

31 July


સાડા પાંચ કરોડથી વધુની ખંડણી યુએસડીટી-વોલેટ-ક્રીપ્ટોના માધ્યમથી ટ્રાન્સફર થયા છે ત્યારે સાયબર ક્રાઈમ ટીમ જો આ કેસમાં જોતરાય તો ધડાધડ રહસ્યો પરથી વધુ પડદા ઉચકાઈ શકે, પરંતુ સાયબર ક્રાઈમ ટીમ તો આવા કેસોમાં સમ ખાવા પુરતી પણ કયાંક કાર્યવાહી કરતી ડોકાઈ નથી, દારૂ-ખનીજ-તેલચોરી સહિતનાગુનાઓની જ બાતમી મેળવવામાં આ ટીમો કાર્યરત હોવાનો દેખાય છે વર્તારો

બ્લોકચેન એનાલિટિક્સ અને ટેકનિકલ તપાસનો રોલ સાયબર ક્રાઈમ ટીમનો જ બની રહે : સાયબર ક્રાઈમ ટીમ પોલીસને તપાસમાં કેવી રીતે આપી શકે ‘માસ્ટર સ્ટ્રોક’ મદદ? : સાયબર ક્રાઈમ ટીમ વોલેટ એડ્રેસનું ટ્રેકીંગ-ટ્રેસીંગ-ફંડ ફલો મેપીંગ સહિતમાં ટેકનીકલી આ તપાસમાં નીવડી શકે છે ખુબ મદદરૂ


ગાંધીધામ : શહેરમાં દીનદહાડે ભરચક વિસ્તારમાથી એક વેપારીનું સાડા પાંચ કરોડની ખંડણી માગી અપહરણ કર્યાના બહુચર્ચિત કીસ્સામાં પોલીસે સાત આરોપીઓને તો પકડી પાડયા છે, પરંતુ મુખ્ય સુત્રધાર જાવેદ સહિતના ત્રણ શખ્સો ફરાર છે એટલુ માત્ર જ નહી પણ તેમની પાસેથી સાડા પાંચ કરોડની ખંડણીની રકમ પણ રીકવર કરવાની બાકી છે. આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય કક્ષાનુ અને યુએસડીટી વોલેટથી આચરાયું હોવાનુ ફલીત થવા પામી ચુકયુ છે ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમની ટીમ આવા કેસામાં કે ગંભીર ટેકનીકલ સાયબર ક્રાઈમની ઘટનાઓમાં કેમ કયાંય આગળ આવતી દેખાતી નથી? ગાંધીધામના કરોડોના અપહરણ અને USDT ખંડણી કાંડમાં ક્રિપ્ટોકરન્સીનો વ્યાપક ઉપયોગ થયો હોવાનું સામે આવતાં જ સામાન્ય પોલીસ તપાસ સાથે સાયબર ક્રાઈમ ટીમની મદદ લેવી અનિવાર્ય બની ગઈ છે. દુબઈથી માંડીને ગાંધીધામ અને ગોવા સુધી ફેલાયેલા આ તારને ઉકેલવા માટે સાયબર ક્રાઈમ નિષ્ણાતો પોલીસને વિવિધ મુખ્ય ટેકનિકલ મુદ્દાઓ પર મજબૂત મદદ પૂરી પાડી શકે તેમ છે. સાયબર ક્રાઈમની ટીમ આ કેસમાં સો પ્રથમ તો વૉલેટ એડ્રેસનું ટ્રેકિંગ કરવા માટે ઘણી ઉપયોગીથઈ શકે તેમ છે. જાવેદ અને રાજ ધનવાણી વચ્ચે થયેલા Transation ની 'transation Harsh ID (TX ID) દ્વારા બ્લોકચેન લેજરમાં દરેક ડિજિટલ ટ્રાન્સફરની હિસ્ટ્રી શોધી શકાય. આ ઉપરાંત ફંડ ફ્લો મેપિંગ પણ સાયબર ક્રાઈમની ટીમ વધોર સચોટતાથી કરી શકે તેમ છે.  દુબઈ બેઠેલા લાલાએ સાડા પાંચ કરોડ USDT કયા વૉલેટમાંથી મોકલ્યા અને તે આગળ કયા વૉલેટ (જેમ કે TRC૨૦ કે ERC-૨૦ નેટવર્ક)માં વિભાજિત થયા તેની સંપૂર્ણ ચાર્ટિંગ તૈયાર કરી શકાય. USDT  સ્કેનર અને એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ/બ્લોક કરાવવું જોઈએ. સાયબર ટીમ અધિકૃત વિનંતી મોકલીનેTHTER  કંપની દ્વારા વિવાદિત વૉલેટ એડ્રેસને બ્લેકલિસ્ટ કે ફ્રીઝ કરાવી શકે છે, જેથી જાવેદ એ રકમ વટાવી ના શકે. બિનાન્સ અને બાયબિટ જેવી એક્સચેન્જને નોટિસ. જો USDTકોઈ સેન્ટ્રલાઈઝ્‌ડ ક્રિપ્ટો એક્સચેન્જ પર ટ્રાન્સફર થયા હોય, તો સાયબર સેલ લો એન્ફોર્સમેન્ટ પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક એક્સચેન્જ એકાઉન્ટ બ્લોક કરાવીને ફંડ ફ્રીઝ કરાવી શકે છે. એટલુ માત્ર જ નહી પણ સાયબર ક્રાઈમની ટીમ  કેવાયસી અને આઈપી અંડ્રેસ હિસ્ટ્રી દ્વારા પણ આરોપીનુ લોકેશન શોધી શકે છે.  સ્કેનર કે વૉલેટ ઓપરેટ કરતી વખતે કયા IP  એડ્રેસ અને VPN નો ઉપયોગ થયો હતો તેની ચોક્કસ માહિતી સસ્પિશિયસ એક્ટિવિટી લોગ્સમાંથી મેળવી શકાય.આ ઉપરાંત મૂળ માલિકની ઓળખ પણ થઈ શકે છે. સ્કેનર કે વૉલેટ સાથે કયા બેંક એકાઉન્ટ કે KYC(આધાર/પાસપોર્ટ) લિંક છે તે શોધીને મૂળ આરોપીઓ સુધી પહોંચી શકાય. આ કેસમા રોકડમાં રૂપાંતરનું રહસ્ય પણ જવાબ માંગી જ રહ્યુ છે. USDT ને ભારતીય રૂપિયા માં કન્વર્ટ કરવા માટે જો ઁ૨ઁ મોડલનો ઉપયોગ થયો હોય, તો જે-તે લોકલ આંગડિયા કે ક્રિપ્ટો બ્રોકર્સના બેંક ખાતાઓ શોધીને તેને સીઝ કરાવી શકાય. સટ્ટા આઈડી અને કેસિનો કનેક્શન. સટ્ટોડિયા વિશાલ ચિબ્બાની ક્રિકેટ આઈડી અને ગોવા કેસિનોમા USDT થી થયેલા પેમેન્ટના ડિજિટલ ટ્રેઇલ શોધીને પુરાવા એકત્ર કરી શકાય. આ ઉપરાંત મોબાઈલ ફોરેન્સીક લેબમાં પણ મોકલીને પણ વિવિધ તપાસ થઈ શકે તેમ છે. ડિલીટ થયેલો ડેટા રિકવર કરવા માટે સાયબર ક્રાઈમ ટીમની મદદ લેવી જોઈએ પકડાયેલા આરોપીઓના મોબાઈલ, ટેલિગ્રામ , વોટ્‌સએપ અને સિગ્નલ ચેટ્‌સમાંથી ડિલીટ કરાયેલા ચેટ અને USDT સ્કેનરના સ્ક્રીનશોટ્‌સ ફોરેન્સિક લેબ ની મદદથી રિકવર કરી શકાય.  જો આઈજીશ્રીની સાયબરક્રાઈમ ટીમ તથા પૂર્વ કચ્છ પોલીસ સાયબર ક્રાઈમના અત્યાધુનિક ડિજિટલ ટૂલ્સ અને બ્લોકચેન એનાલિટિક્સનો સમયસર ઉપયોગ કરશે, તો ફરાર જાવેદનું સ્કેનર પણ બ્લોક થશે અને ૫.૫ કરોડની રકમનું રિકવરી સસ્પુટ ઉકેલાઈ જશે. જરૂરી છે કે,સાયબર ક્રાઈમ ટીમ જેસાયબર ગુનાઓ માટે તૈનાત કરવામાં આવી છે તેના તરફે અભ્યાસ અને આવડતથી ધ્યાન આપવાની. મહદઅંશે તેલ-દારૂ-જુગાર-ખનીજચોરી જેવા કીસ્સાઓના ઉકેલ માટે તેની બાતમીઓમાં દીવસ રાત રચ્ચી પચી જ રહેતી સાયબર ક્રાઈમની રેન્જની ટીમ સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ગુનાના ઉકેલમાં કેટલો રસ દેખાડશે તે તો હવે આવનારો સમય જ દેખાડશે.

Comments

COMMENT / REPLY FROM