Trending News
ક્રાઈમ

ગાંધીધામ રેલવે સ્ટેશન ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત

31 July


ટ્રેલરના પાછળના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે મોત

ગાંધીધામ રેલવે સ્ટેશન સામે આવેલા ઓવરબ્રિજ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવક ટ્રેલરના પાછળના ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકનું નિયમન હાથ ધર્યું હતું. પોલીસની ઝડપી કામગીરીના કારણે થોડા જ સમયમાં ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી, જ્યારે અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM