Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ સબસીડીયુક્ત યુરિયા કૌભાંડઃ ખેતીવાડી વિભાગ એક્શનમાં

31 July

પ્લાયવુડના કયા રેઝિન પ્લાન્ટમાં ખાતર પહોચ્યું! ત્યા સુધી થાય તપાસ


ભચાઉ : ભચાઉમાં સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે સ્થાનિક પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા બાદ સમગ્ર પ્રકરણમાં જિલ્લા ખેતીવાડી વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક કસ્ટડી અને જાણ બાદ ખેતીવાડી વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ખાતરના બે નમૂના (સેમ્પલ) લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હવે લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ કાયદેસરની આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજીતરફ આ બાબતે જિલલા ખેતીવાડી અધિકારીના સત્તાવાર સાધનોની વાત માનીએ તો પોલીસે પકડેલા યુરીયા ખાતરના સેમ્પલે લેવાયા છે, ઉપરાંત સબંધિત મંડળીના દસ્તાવેજો પણ એકત્રીત કરી લેવાયા છે જેનુ ક્રોસ વેરફીકેશન ચાલી રહ્યુ છે, જેટલી બેગ પકડાઈ છે તેટલી જ બેગની ઘટ્ટ મંડળીમાં જોવા મળી આવશે તોચોકકસથી આ પ્રકરણમાં ધાક બેસાડતી કડક કાર્યવાહી કરવામા આવશે. મંડળીનુ લાયસન્સ ત્વરિત રદ કરવા સહિતની કાર્યવાહી થઈ છે તેવુ જણાઈ રહ્યું છે. જાણકારો આ તબક્કે કહી રહ્યા છે કે,


.....................

સ્ટોક રજીસ્ટરની ચકાસણીઃ રેકોર્ડમાં વિસંગતતા હોવાની ચર્ચા

ગાંધીધામ : સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ પૈકી એક આરોપી સાથે સંકળાયેલી સહકારી મંડળીના સ્ટોક રજીસ્ટર અને ખરીદ-વેચાણની વિગતો સહિતના તમામ જરૂરી દસ્તાવેજો ખેતીવાડી વિભાગ દ્વારા મંગાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન જ મંડળીના સ્ટોક રેકોર્ડમાં કેટલીક મોટી વિસંગતતાઓ સામે આવી હોવાની ચર્ચાએ જોર
પકડ્યું છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે.

.....................

તપાસના મુખ્ય કેન્દ્રબિંદુઓ..

ગાંધીધામ : ગોડાઉન વિરૂદ્ધ રેકોર્ડઃ વેરાઈ કૃપા હોટલ 
પાછળ આવેલા ગોડાઉનમાંથી જપ્ત કરાયેલી યુરિયાની બેગની સંખ્યા અને સંબંધિત મંડળીના ચોપડે બોલતા જથ્થા વચ્ચે મેળ ખાતો નથી તેવી આશંકા છે.બ્લેક માર્કેટિંગની શંકાઃ ખેડૂતો માટે સસ્તી કિંમતે અપાતું સબસીડીવાળું ખાતર ગેરકાયદેસર રીતે ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચવાના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.ધરપકડ અને કાનૂની પગલાંઃ જો ગેરરીતિ સાબિત થશે તો સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે અને જે-તે મંડળીનું લાયસન્સ પણ રદ થઈ શકે છે.



....................

કચ્છ બોર્ડર રેન્જ-સાયબર ક્રાઈમ ટીમ કેમ અંધારામાં ? 
બનાસકાંઠાથી આવતા ચોરાઉ યુરિયા પર ક્યારે તવાઈ ?



મોટા પાયે ઠલવાતા બિનઅધિકૃત ખાતરમાં કયા ‘ખાખીધારીઓ’ની ભ્રષ્ટ મહેરબાની? વર્તુળોમાં ઉઠતા સવાલો


પોલીસ સાથેની લેતી-દેતીમાં અનબન થતાં બંધ થયેલી લાઈન ફરી શરૂઃ બનાસકાંઠા પટ્ટાથી કચ્છ તરફ ચોરાઉ યુરિયાની સપ્લાય ધમધમી!



ગાંધીધામ :““કચ્છ જિલ્લામાં સરકારી સબસીડીવાળા અને ચોરાઉ યુરિયા ખાતરના ગેરકાયદેસર કારોબારે ફરી એકવાર માથું ઊંચક્યું છે. તાજેતરમાં ભચાઉ ખાતેથી પકડાયેલા શંકાસ્પદ જથ્થા બાદ હવે આ કાળા કારોબારના છેડા છેક બનાસકાંઠા સુધી લંબાયા હોવાની વ્યાપક ચર્ચાઓ જાગી છે. આ સમગ્ર રેકેટમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી રહી છે કે, બનાસકાંઠાથી કચ્છ તરફ ઠલવાતા આ ચોરાઉ યુરિયા પાછળ કેટલાક ભ્રષ્ટ ‘ખાખીધારીઓ’ની સીધી મહેરબાની અને આશીર્વાદ કામ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, ગમે તેવા ગુનેગારોને શોધી કાઢતી કચ્છ બોર્ડર રેન્જ આઈજીની ટીમ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાયબર ક્રાઈમની ટીમ આ મસમોટા નેટવર્કથી કેમ હજુ સુધી અંધારામાં છે?’


.....................


માત્ર લાયસન્સ રદ કરવું પૂરતું નથી, મૂળ સૂત્રધારોને પાસા-જેલભેગા કરો



ગાંધીધામ : આ મામલે સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે અગાઉ પણ આવા કિસ્સાઓમાં માત્ર લાયસન્સ રદ કરવાની ઔપચારિકતા થતી આવી છે, જેના કારણે કાળાબજારીયાઓ અન્ય સગા-સંબંધીઓના નામે નવું લાયસન્સ મેળવી ફરી સક્રિય થઈ જાય છે. આ વખતે તંત્ર માત્ર ઉપરછલ્લી કાર્યવાહી ન કરે, પરંતુ આ રેકેટના મૂળ સુધી પહોંચીને દાખલારૂપ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 

Comments

COMMENT / REPLY FROM