આશાપુરા ફાઉન્ડેશન દ્વારા ભુજના વાલ્મિકીનગરમાં સીવણ ક્લાસ યોજાયો
ભુુજ - કચ્છઉદય :આશાપુરા ફાઉન્ડેશનના સહયોગથી ભુજના વાલ્મીકિ નગર ખાતે બહેનો માટે વ્યવસાયી શિવણ ક્લાસની ૬ માસની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં શિક્ષક રિદ્ધિબેન ઠક્કરે બહેનોને શિવણના વિવિધ આયામોની ઘનિષ્ટ તાલીમ આપી હતી. આશાપુરા ફાઉન્ડેશનના દિનાબેન ચેતનભાઈ શાહે તાલીમ દ્વારા બહેનોને રોજગારી પૂરી પાડવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. હસ્મિતાબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું. લાભાર્થી બહેનોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વાલ્મિકી સમાજના પ્રમુખ લાલીબેન આદીવાલે આભાર વ્યક્ત કર્યો હતો.
----

Comments