Trending News
સ્થાનિક સમાચાર

ઉમા યોગ કેન્દ્ર દ્વારા ગુરૂપૂર્ણિમાની કરાઈ ઉજવણી

30 July


ભુજ - કચ્છઉદય : ઉમા યોગ કેન્દ્ર મધ્યે ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે યોગગુરૂ કમલકાંતભાઈના પૂજન સાથે ૫૧ દીવડાની સમૂહ આરતી યોગ સાધકો દ્વારા કરવામાં આવી હતી. ઉષાબેને ગાયત્રી હવનની વિધી કરાવી હતી. ભાવનાબેન ઝવેરીએ શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરી હતી. દરેક સાધકોએ ગાયત્રીમંત્રની ૧૧ આહુતિઓ આપી હતી. યોગગુરૂ દ્વારા પાંચેચ યોગ ટીચરો ભાવનાબેન, મનીષાબેન, જેલમબેન, કૃપાબેન અને જીજ્ઞાબેનને આશીર્વાદ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતુંં.
આ કાર્યક્રમને સફળ બનાવવા નીતુબેન, જ્યોતિબેન, રાખીબેન, રિધ્ધીબેન, ગ્રીષ્માબેને જહેમત ઉઠાવી હતી. ચંદાબેન, રાખીબેન, જયાબેન, મીનાબેન, જયશ્રીબેન, હર્ષાબેને સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન માંકડે કર્યું હતું. શોભનાબેન દ્વારા યોગગુરૂને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. અંતમાં ગરબાની રમઝટ બોલાવાઈ હતી.
----

Comments

COMMENT / REPLY FROM