Trending News
સ્થાનિક સમાચાર

મા આશાપુરા વિદ્યા સંકુલ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

30 July


ભુજ - કચ્છઉદય : માઆશાપુરા વિદ્યા સંકુલ ખાતે આશાપુરા ઇંગ્લિશ હાઈસ્કૂલ તથા આશાપુરા ઇંગ્લેશ પ્રાઈમરી વિભાગ દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં  ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ ઉજાગર થાય તૈવી વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક કૃતિઓનું સુંદર પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા દર્શાવતા કાવ્યો, ગીતો તેમજ અન્ય કૃતિઓ રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.
બીએડના તાલીમાર્થીઓએ કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલનમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ ગઢવી, અન્ય ટ્રસ્ટીઓ, એડમિન હેડ, તમામ વિભાગના આચાર્યો, શિક્ષકગણ તથા અન્ય મહાનુભાવોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન આશાપુરા ઇંગ્લિશ પ્રાઈમરી વિભાગના પ્રિન્સિપાલ વંદનાબેન પરમાર દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને ગુરુજનો પ્રત્યે આદર, શિસ્ત અને જ્ઞાનપ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હોત.
કાર્યક્રમના અધ્યક્ષીય ઉદ્દબોધનમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ ગુરુના જીવનમાં રહેલા અમૂલ્ય સ્થાન વિશે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા અને સૌને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા આપી હતી. આશાપુરા ઇંગ્લિશ હાઈસ્કૂલ વિભાગના આચાર્ય નેહાબેન ગોરે આભારવિધિ કરી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, મહેમાનો, શિક્ષકગણ, બીએડ તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વયક્ત કર્યો હતો.
----

Comments

COMMENT / REPLY FROM