Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને એક વર્ષની કેદ 

30 July


ભુજ - કચ્છઉદય : ભુજની ટ્રાયલ કોર્ટે ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપી નંદિનીબેનને ગુનેગાર ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને ફરિયાદી કરણકુમાર સુભાષભાઈ જોષીને રૂ. ૩,૪૧,૦૦૦ ની રકમ ચૂકવી આપવાનો આદેશ કર્યો છે, અને જો આ રકમ ચૂકવવામાં ન આવે તો વધુ બે માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
 કેસની વિગતો અનુસાર, ફરિયાદી અને આરોપી વચ્ચે કૌટુંબિક સંબંધો હોવાથી આરોપીએ કરણકુમાર પાસેથી હાથઉછીની રકમ લીધી હતી. આ નાણાં પરત મેળવવા માટે જ્યારે ફરિયાદીએ માંગણી કરી, ત્યારે નંદિનીબેને લખી આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો. આ મામલે ફરિયાદીએ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન કોર્ટે રજૂ કરાયેલા કુલ ૮ દસ્તાવેજી પુરાવાઓ તેમજ લેખિત અને મૌખિક આધાર-પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને તકસીરવાન ઠેરવતો આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ દેવાયત એન. બારોટ અને ખીમરાજ ગઢવીએ ધારદાર દલીલો કરી હતી, જ્યારે તેમની સાથે એડવોકેટ ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જયેશ કટુઆ અને અંકિત ભાનુશાલી પણ હાજર રહ્યા હતા.
--------- 

Comments

COMMENT / REPLY FROM