Trending News
સ્થાનિક સમાચાર

સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ બારોટની ૨૪મી પુણ્યતિથિએ કેમ્પ યોજાયો

30 July


ભુજ - કચ્છઉદય : સ્વ. વિષ્ણુપ્રસાદ બારોટની ૨૪મી પુણ્યતિથિ નિમિત્તે વિષ્ણુ ધર્મ સ્કૂલ દ્વારા સર્વ સામાન્ય નાગરિકો માટે નિઃશુલ્ક હેલ્થ એન્ડ વેલફેર કેમ્પ ૫.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આંખ અને દાંતની તપાસ, આધારકાર્ડની નવી નોંધણી તથા અપડેશન અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટી ધવલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ ડિરેક્ટર હેતલબેન એચ. બારોટે શુભકામના પાઠવી હતી, આચાર્યા ગીતાબેન સોનીએ સૌનું સ્વાગત કર્યું હતું. સંચાલન પ્રિયા જોબનપુત્રા અને કોમલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાજસેવાના હેતુથી યોજાયેલા આ કેમ્પને નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, સ્ટાફ તથા સ્વયંસેવકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
-------

Comments

COMMENT / REPLY FROM