Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું 

30 July



નખત્રાણા - કચ્છઉદય : પોલીસ સ્ટેશનને ખરા અર્થમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસ મિત્રોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પક્ષીઓને પીવા માટે કમ્પાઉન્ડમાં પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા હતા. કમ્પાઉન્ડ દિવાલ ડિવાયએસપી ઓફિસનો કમ્પાઉન્ડ તેમજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર પોલીસ કર્મચારીઓએ શ્રમયજ્ઞ કરી પોતાની કચેરી સ્વચ્છ કચેરીનો ઉમદા ઉદાહરણ પૂરો પાડ્યો હતો. અન્ય સરકારી કચેરીઓ પણ સ્વચ્છ રાખવા માટે ખુદ કર્મચારીઓ જ શ્રમયજ્ઞ કરે અને સ્વચ્છતા કેળવે છે. નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશન મધ્ય પોલીસ કર્મચારીઓ તેમજ જીઆરડી, ટીઆરબીના કર્મચારીઓ સાથે મળી સ્માર્ટ પોલીસ સ્ટેશનને અર્થમા સ્માર્ટ બનાવવા માટે સફાઈ ઝુંબેશ આદર્યો હતો અને પોતાની કચેરી કેમ સ્વચ્છ બને તેવા પાઠ ભણાવ્યા હતા. તમામે સાથે મળી શ્રમયજ્ઞ કરી સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. 
  નખત્રાણા પીઆઇ એ.એમ. પટેલના માર્ગદર્શકમાં પીએસઆઇ રાજેશ બેગડીયા સહિત સ્ટાફના તમામ કર્મચારીઓ, જીઆરડીના ભાઈઓ તથા બહેનોએ સાથે મળી પુરા ગ્રાઉન્ડની સફાઈ કરી હતી. અધિકારી કર્મચારીઓના શ્રમ યજ્ઞથી નખત્રાણા નું પોલીસ સ્ટેશન ખરાબ અર્થમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન અને સ્વચ્છ પોલીસ સ્ટેશન બન્યું હતું.
-----

 

Comments

COMMENT / REPLY FROM