Trending News
સ્થાનિક સમાચાર

યુવાનોના સર્વાંગી વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાયબ્રેરી હોલ આશીર્વાદરૂપ બનશે

30 July




નખત્રાણા તાલુકાના તરા ગામ ખાતે જ્ઞાન અને શિક્ષણના ધામ સમી લાયબ્રેરી હોલનું ખાતમુહૂર્ત કરાયું

નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના તરા ગામ ખાતે ગામના યુવાનોના જ્ઞાન, શિક્ષણ અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા લાયબ્રેરી હોલનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
મનીષભાઈ એસ. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન દરેક યુવાન માટે ખૂબ જ જરૂરી છે. તરા ગામ ખાતે આકાર પામનાર આ નવો લાયબ્રેરી હોલ ગામના અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે જ્ઞાનનું એક ઉત્તમ કેન્દ્ર બની રહેશે. વધુમાં ઉમેર્યું હતું કે, લાયબ્રેરીના નિર્માણથી ગામના યુવાનોને એક શાંત અને અભ્યાસલક્ષી વાતાવરણ મળી રહેશે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ખૂબ જ મદદરૂપ નિવડશે. યુવાનોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટ એક માઇલસ્ટોન સાબિત થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ બટુકસિંહ જાડેજા, સામતભાઈ મહેશ્વરી, લાલજીભાઈ મહેશ્વરી, હિતેષભાઇ મહેશ્વરી, મંગળભાઈ કટુઆ, દિનેશભાઈ મહેશ્વરી, ગામના અગ્રણીઓ, યુવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments

COMMENT / REPLY FROM