ગાંધીધામમાં નુરી મસ્જિદ સામે ગંભીર અકસ્માતઃ ટ્રક વચ્ચે બોલેરો સિક્યુરિટી વાન ફસાઈ, ૩થી ૪ ગાર્ડ ઇજાગ્રસ્ત
આગળ ચાલતા ટ્રક સાથે અથડાયા બાદ પાછળથી આવેલા અન્ય ટ્રકે પણ મારી ટક્કર; જાનહાનિના સમાચાર નથી
ગાંધીધામ : ગાંધીધામમાં નુરી મસ્જિદ સામે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિક્યુરિટી ગાર્ડને લઈ જતી બોલેરો વાન આગળ ચાલતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ પાછળથી આવી રહેલા અન્ય ટ્રકે પણ બોલેરોને ટક્કર મારતા વાહન બે ટ્રકોની વચ્ચે ફસાઈ ગયું હતું. અકસ્માતમાં બોલેરોમાં સવાર ૩થી ૪ સિક્યુરિટી ગાર્ડને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે હાલ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ઘટનાને
પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
.....

Comments