રવાપર ખાતે ગ્રામસભા યોજાઈ
નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના રવાપર ગ્રામ પંચાયત ખાતે ગામના યુવાન સરપંચ પરેશભાઈ વિશનજી રૂપારેલના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકારના નિયમ હેઠળ તલાુકા વિકાસ અધિકારીના પરિપત્ર મુજબ ૧૬મા નાણાપંચના વાર્ષિક વિકાસ આયોજન માટે આ ગ્રામસભામાં તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ રૂપારેલે હાજરી આપી વિકાસ કામોનું સૂચન કરાયું હતું. તલાટી નવિનભાઈ મારૂ દ્વારા ગ્રામસભાની વિગતો અપાઈ હતી. આ પ્રસંગે પંચાયત પરિવારના ઉપસરપંચ પ્રતિનિધિ મામદભાઈ કુંભાર, ન્યાય સમિતિના ચેરમેન પ્રતિનિધિ જેઠાલાલ જાદવ, ગ્રામ પંચાયત સભ્યો વિનોદભાઈ સોની, અબ્દુલભાઈ, ઓસમાન કુંભાર, દિપક નાકરાણી સહિતના હાજર રહ્યા હતા.
વાર્ષિક પાણી, રસ્તા, ગટર, રોડલાઈટ, શિક્ષણ, પશુ દવાખાનુ, આરોગ્ય સહિતના પ્રશ્નોની ચર્ચા કરી ઠરાવો કરાયા હતા, જેમાં ભજીર વિસ્તારમાં બસ સ્ટેશન પાસે ગટર યોજના ચાલુ કરવા, સૈયદ બાવાના ઘર પાસે ગટર કનેક્શન, મેઈન બજાર ખાતે અને આંગણવાડી-૪ ખાતે પાણીના નિકાલ, રવાપર ગ્રામ પંચાયતની પાંચ એકર જમીન દંડ સહિત પરત લેવા કાર્યવાહી કરવા, મહેશ્વરી સમાજવાડી અને સ્મશાનગૃહનો રસ્તો ખૂલ્લો કરવા, સ્મશાનગૃહ પાછળ બાળકોના સ્મશાન માટે જમીન અનામત રાખવા, પાણીનો બચાવ કરવા અને જરૂરી પાણી મળી રહે તેવા કામ કરવા, રોડલાઈટ બંધ પુનઃ ચાલુ કરવા સહિત અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી.
આ ગ્રામસભામાં સૌ ગ્રામજનો, હાસમ ભટ્ટી, મહેશ રૂપારેલ, સુમાર ભટ્ટી, દિનેશ સોની, સિધિક કુંભાર, હસણ ભજીર, કિશન સચદે, અમજદ ભજીર, મેહુલ ગોસ્વામી, હાજી ભટ્ટી, સિધિકભાઈ કુંભાર, સાલેમામદ થુડીયા, કાસમ મન્સુરી, હાસમ થુડિયા, અજીતસિંહ જાડેજા, પ્રકાશ જોષી, અલ્લારખા ભટ્ટી, જય રૂપારેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ અંગે ગ્રા.પં. પરિવાર સરપંચ પરેશભાઈ રૂપારેલ અને ટીમને પાણી બાબતે થયેલ કામગીરી બદલ આભાર સાથે જરૂરી સહયોગની ગ્રામજનોએ ખાતરી આપી હતી. સંચાલન તા.પં. સભ્ય અશ્વિન રૂપારેલે અને આભારવિધિ જેઠાલાલ જાદવે કરી હતી.
---------------

Comments