Trending News
સ્થાનિક સમાચાર

સદગુરૂનું શરણું ભવસાગર તરવૈયાની નૈયા છે 

29 July


સદગુરૂ ચરણ આશ્રય પરમ સુખદાયી 


રોહા (સુમરી) મઢી ખાતે મહેશગિરિ મહારાજની ગુરૂવંદના યોજાઈ : મહાઆરતી, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા : મોટી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહી ભાવવંદના કરી 


નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના સુમરી (રોહા) ગામે આવેલ પ.પૂ. પ્રાંત સ્મરણીય બ્રહ્મલીન મહેશગિરિજી મહારાજ મંદિરે ગુરૂપૂર્ણિમાની ભાવવંદના કરવામાં આવી હતી. મંદિરના પૂજારી ધરમગિરિજી ગોસ્વામીએ કહ્યું કે, ગુરૂનો હાથ પકડવાને બદલે તમારો હાથ ગુરૂને પકડાવો કારણ કે, આપણે આકસ્મિક રીતે ગુરૂનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ગુરૂજનો હાથ પકડે તે કદી છોડતા નથી. સદગુરૂનું શરણું ભવ સાગર તરવાની નૈયા છે એવા વ્હાલ સોયા ચરણ પૂજય મહેશગિરિ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ગુરૂ પૂર્ણિમાની વધાઈ આપી હતી. 
ચિરાગગિરિ ગોસ્વામી દ્વારા મંદિરે આરતી ઉતારવામાં આવી હતી, ત્યારબાદ ગુરૂપૂજન, પાદુકા પૂજન યોજાયા હતા. સૂર ઓરકેસ્ટ્રાના સંગાથે શશી મોતા ગ્રુપના સુરીલા કલાકારો મીતલ પંડ્યા, કિશન પંડ્યાએ ગુરૂમુખીવાણીની રમઝટ બોલાવી હતી. શાસ્ત્રી રાજા મહારાજે શાસ્ત્રોક્તવિધિ કરી હતી. સદગુરૂ સેવકો દ્વારા મહાપ્રસાદ યોજાયો હ તો. આ ટાંકણે નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામી, રોહા સરપંચ નીતિનગિરિ ગોસ્વામી, પૂર્વ સરપંચ ઈન્દ્રજીતસિંહ વાઢેર, જીગ્નેશ આચાર્ય, ધીરજભાઈ વ્યાસ, ચંદ્રસિંહ વાઢેર, નિમેશ મારાજ, રમેશ મોતા, પ્રિતમ વ્યાસ, ચેતન વ્યાસ, પુનિત વ્યાસ, મેહુલ વ્યાસ સહિત આસપાસના ગામોના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભોજનની વ્યવસ્થા દિક્ષિતભાઈ ગોસ્વામીની ટીમે સંભાળી હતી. વહેલી સવારથી જ સમાધી મંદિરે ભાવિકોની દર્શનાર્થે લાઈન લાગી હતી. સંચાલન નીતિનગિરિ ગોસ્વામીએ કર્યું હતું. 
-----

Comments

COMMENT / REPLY FROM