Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ અને મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને કચ્છના સાંસદે કરી રજૂઆત

29 July


ભુજ - કચ્છઉદય : સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રી નીતિનભાઇ ગડકરી સાથે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોકસભાના ચોમાસું સત્ર દરમ્યાન રૂબરૂ મુલાકાત કરી કચ્છ અને મોરબીના રોડ - રસ્તા, હાઇવે અને રાજમાર્ગને જોડતા ધોરીમાર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યું હતું કે, કચ્છ એ વિકાસશીલ જિલ્લો છે, જેમાં અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે. મરૂ, મેરૂ અને મેરામણથી શોભતા કચ્છ તથા ઔદ્યોગિક હબ મોરબીને ગુજરાતના બાકીના ભાગો સાથે જોડતા રોડ રસ્તા - ધોરીમાર્ગ જેવાકે, કચ્છથી મોરબી સુધી આઠ લાઇન રોડ, શેખપીરથી એરપોર્ટ સર્કલ, (પાલારા) બાયપાસ રોડ, કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૪૧ પર રતનાલ બાયપાસ સુધી ફલાય ઓવર માટે, ગાંધીધામ (કંડલા)થી સુરજબારી સુધીના કોસ્ટલ ગ્રીનફિલ્ડ અલાઇન્ટમેન્ટના શકયતા અભ્યાસ માટે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ મોરબી - વાંકાનેર વિભાગ પર બાયપાસ રોડ બાબતે, માળીયા - મિયાણા તાલુકાના જશાપર ગામની સીમમાંથી પસાર થતાં પ્રસ્તાવિત રોડ અંગે, કચ્છમાં કોસ્ટલ ફ્રેઇટ કોરિડોર - કોસ્ટલ રોડ એક્સપ્રેસ - વેના વિકાસ માટે ચાલી રહેલા કન્સલ્ટન્સી અવકાસમાં કંડલા - તુણાથી મુન્દ્રા સુધીના વડાલા રેલવે ક્રોસિંગ (એલસી-૧૯) સુધીના આદિપુર - ભદ્રેશ્વર - મોખા સ્ટેટ હાઇવે રોડ સ્ટ્રેચનો સમાવેશ કરવા, એનએચ - ૧૫૧ એના માળીયા - પીપળીયા સેકશનને મોજૂદા અલાઈનમેન્ટ પર બનાવવા માટે રિક્વેસ્ટ પ્રપોઝડ સેમી ગ્રીન ફિલ્ડ અલાઈનમેન્ટ પર નહીં બનાવવા બાબતે રજુઆતો કરી હતી. 
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સડક પરિવહન તથો રાજય ધોરીમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ - રોડ રસ્તાઓનો વિકાસ થઈ રહ્યો છે. રજૂઆત કરેલ રોડ - રસ્તાની સુધારણાથી પ્રવાસનમાં વધારો, ટ્રાફિકમાં ઘટાડો, સલામત અને કાર્યક્ષમ મુસાફરી, ઈંધણ બચત અને સીમા સુરક્ષા, આર્થિક વિકાસને ગતિ મળશે. ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ બધી જ રજુઆતોની નોંધ કરી વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. 
-------

Comments

COMMENT / REPLY FROM