Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા કક્ષાની શાળાકીય સ્પર્ધામાં કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની દિકરીઓનો દબદબો

29 July


ભુજ - કચ્છઉદય : પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સૂરજ શિક્ષણધામની દીકરીઓએ રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જિલ્લાકક્ષાએ યોજાયેલ કબડ્ડીની રમતમાં અદ્દભૂત સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાકીય સીજીએફઆઈ કબડ્ડીની રમતમાં અંડર ૧૪, ૧૭, ૧૯ કેટેગરીમાં જિલ્લાકક્ષાએ દિકરીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા અને સંસ્થા પરિવારને ગૌરવ આપવ્યું છે. 
આ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર દિકરીઓને માર્ગદર્શન વૃતિક્ષાબેન રાઘવાણી, વંદનાબેન ભુડિયા, દિપીકાબેન વાળા, સંધ્યાબેન પરમાર, ખુશ્બુબેન પરમારે આપ્યું હતું. દિકરીઓમાં શિસ્ત, એકતા, એકાગ્રતા જેવા ગુણો વિકસે તે માટે તેમણે દિવસ રાત સખત મહેનત કરાવીને સજ્જ કરી હતી. વિજેતા થયેલ દિકરીઓને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવી આગામી રાજ્યકક્ષાના રમતોત્સવમાં કચ્છનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, સમાજના સૌ વડીલ, ટ્રસ્ટી, શાળાના આચાર્યા હેતલબહેન ભુડિયા, ગૃહમાતા ખુશ્બુબેને દિકરીઓની આ સિદ્ધિને બિરદાવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM