Trending News
સ્થાનિક સમાચાર

રિલાયન્સ જિયો જૂન ૨૦૨૬માં એક્ટિવ સબસ્ક્રાઇબર ઉમેરવામાં અગ્રેસર : ટ્રાઈ

29 July


 જિયોએ ૩.૩૩ મિલિયન એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર ઉમેર્યા, જે કોઈપણ ઓપરેટર કરતા સર્વાધિક :  ભારતના સૌથી મોટા વાયરલેસ, એક્ટિવ અને વાયરલાઇન સબસ્ક્રાઇબર બેઝ જાળવી રાખ્યા

ભુજ - કચ્છઉદય : રિલાયન્સ જિયોએ જૂન ૨૦૨૬માં તમામ ટેલિકોમ ઓપરેટર્સમાં સૌથી વધુ એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યાનું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (ટ્રાઈ) જણાવ્યું છે. જિયોનો એક્ટિવ સબસ્ક્રાઇબર બેઝ ૩.૩૩ મિલિયન જેટલો વધીને ૪૯૮.૯૦ મિલિયને પહોંચ્યો છે, જે ભારતી એરટેલના ૨.૯૨ મિલિયનના ઉમેરા કરતા વધુ છે. જ્યારે કે વોડાફોન આઈડિયા અને બીએસએનએસ/ એમટીએનએલે આમાં ચોખ્ખો ઘટાડો નોંધાવ્યો છે. ભારતમાં જિયોનો એક્ટિવ બેઝ સૌથી મોટો છે, જે દેશના ૧,૨૦૧.૦૬ મિલિયન એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર્સમાં ૪૧.૫% હિસ્સો ધરાવે છે.
જિયો જૂનના અંત સુધીમાં ૫૦૩.૫૮ મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે ભારતની સૌથી મોટી વાયરલેસ (મોબાઇલ) ઓપરેટર રહી છે, જે ૩૯.૩% બજાર હિસ્સો ધરાવે છે. આ મહિના દરમિયાન જિયોએ ૨.૧૫ મિલિયન સબસ્ક્રાઇબર્સનો ઉમેરો કર્યો છે. જિયોએ વાયરલાઇનમાં ૧૫.૬૩ મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે દેશના સૌથી મોટા ફિક્સ્ડ-લાઇન ઓપરેટર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું, જેનો ૩૨.૭% બજાર હિસ્સો છે. જિયોએ જૂનમાં ૧,૪૪,૦૫૭ કનેક્શન ઉમેર્યા છે.
જિયોએ ૯.૧૧ મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે પીજી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસમાં પોતાની અગ્રેસરતાને સુદૃઢ બનાવી છે, જેનો આંક ભારતના ૧૨.૯૪ મિલિયન પજી એફડડબલ્યુએ બેઝના ૭૦.૫% જેટલો છે અને તેનો ૧૪૫,૭૯૦ જેટલો સૌથી વધુ માસિક એફડબલ્યુએ ઉમેરો છે. જિયો એકમાત્ર ઓપરેટર છે જેણે પીજી અનલાયસન્સ્ડ બેન્ડ રેડિયો ફિક્સ્ડ-વાયરલેસ સબસ્ક્રાઇબર્સનો રિપોર્ટ આપ્યો, જેનો બેઝ આ મહિના દરમિયાન ૨,૦૧,૩૦૨ ઉમેરા પછી ૪.૯૩ મિલિયનનો રહ્યો હતો. જૂન ૨૦૨૬ના અંતમાં ભારતનો કુલ ટેલિફોન સબસ્ક્રાઇબર બેઝ ૧,૩૪૮.૦૮ મિલિયન નોંધાયો હતો, જે આ મહિના દરમિયાન ૪.૯૮ મિલિયનનો ચોખ્ખો ઉમેરો દર્શાવે છે 
-----

Comments

COMMENT / REPLY FROM