Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા ક્રિકેટ એસોસિએશના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાને શુભેચ્છા પાઠવાઈ

29 July






ભુજ - કચ્છઉદય : શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા વિદ્યાસંકુલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું કચ્છ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ સનમાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હકુમતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પુષ્પદાનભાઈ ગઢવી અને વડીલ મુરબ્બી શિવજીભાઈ આહીરે આશિર્વાદ પાઠવતા જણાવ્યું કે, આપના નેતૃત્વ હેઠળ કચ્છનું ક્રિકેટ નવા શિખરો સર કરે, યુવા ખેલાડીઓને નવી તકો મળે અને જિલ્લા ક્રિકેટ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી હાર્દિક શુભકામના પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ કચ્છનાક્રિકેટને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવાના પોતાના વિઝનને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિવિધ ફોર્મેટ અને ઇન્વિટેશન ટૂર્નામેન્ટનાં આયોજન દ્વારા સ્થાનિક ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપી તેમને આગળ વધારવાની વધુ તકો પૂરી પાડવામાં આવશે. સંસ્થાના ટ્રસ્ટી વિજયભાઈ ગઢવી, એડમીન હેડ રશ્મિનભાઈ શાહ અને તમામ વિભાગના આચાર્યોે તેમજ તમામ વિભાગના સ્ટાફગણ દ્વારા હાર્દિક અભિનંદન સહ ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---

Comments

COMMENT / REPLY FROM