કાસેઝના જાબાંઝ ઈન્ચાર્જ ડીસી પાટીલ સામે દાણચોરો એ માંડયો મોરચો : સાચી-ખોટી ફરીયાદો મારફતે કાંટો કાઢયો?
સોપારી દાણચોર સહિતન લોબીએ શ્રી પાટીલની કડક કાર્યવાહી સામે અક થઈને ઉપર સુધી કરેલી ફરીયાદ બાદ શ્રી પાટીલને એકસટેન્શન આપવાના બદલે દિલ્હીના આઈટીએસ અધિકારીને ઝોનની સોપાઈ કમાન : નવા ડીસી ન આવે ત્યા સુધી દિલ્હીના અધિકારીથી ગાડું ગબડાવાશે : શ્રી પાટીલની બદલીથી સાચા યુનિટધારકોને લાગશે મોટો ફટકો : દાણચોર લોબીને મળી જશે છુટોદોર
કાસેઝમાં ડીસી પાટીલનો અચાનક બે દિવસીયથી હતો પડાવઃ દાણચોર ટોળકીની કમર તોડવાની તેઓએ કરી લીધી હતી આંતરીક તૈયારી
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ( કાસેઝ)માં દાણચોરો અને ગેરરીતિ આચરતા યુનિટો પર લગામ કસવા માટે ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનર શ્રી પાટીલે ગત સપ્તાહે એકાએક જ બે દીવીસ અચાનક જ ઝોનમાં આવીને મોરચો સંભાળ્યો હતો. મુંબઈથી અચાનક કાસેઝ આવી પહોંચેલા ડીસી પાટીલે સતત બે દિવસ સુધી ધડાધડ બેઠકોનો દોર યોજીને સમગ્ર ઝોનમાં ચકચાર મચાવી દીધી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનના ઈન્ચાર્જ ડીસી તરીકે શ્રી પાટીલને કાર્યભાર સોપાયો હતો તે ર૭મી જુલાઈ સુધી જ સોપાયો હતો જે કાર્યકાળ તેમનો પૂર્ણ થવા પામી ગયો છે અને તેમને એકસટેન્શન આપવાના બદલે દિલ્હીના આઈટીએસ અધિકારીને ઝોનનો ચાર્જ સોપી દેવામાં આવ્યો હોવાની વાત સામે આવવા પામી રહી છે. આમ થવાથી જાણકારો કહી રહ્યા છે કે, શ્રી પાટીલને ઝોનથી મુકત કરી દેવાતા હવે કાસેઝમાં સોપારી દાણચોર સહિતની ટોકળીઓને છુટોદાર મળી જવા પામશે અને સાચા યુનિટધારકોને ફરીથી સમસ્યાઓનો ભોગ બનવાનો વારો આવવા પામી જશે તેમ કહી રહ્યા છે. કારણ કે શ્રી પાટીલે આધોઈ સોપારી કાંડની ઘટના બહાર આવ્યા બાદ ઝોનની દાણચોર ટોળકી સામે કડક કાર્યવાહી કોઈની પણ શેરશરમ રાખ્યા વિના કરી હતી. કાસેઝમાં તેઓએ આ બન્ને યુનિટોના એલઓએ રદ કરી દીધા, ઓકશન પણ કરાવી દીધા, કસ્ટમના પણ ભ્રષ્ટ તત્વોની સામે તેઓએ કડકાઈભરી કાર્યવાહી ત્વરિત ધોરણે જ કરી દીધી હતી, હવે આ બધાયને જાણે કે ખુલ્લુ મેદાન જ મળી જવા પામશે તેવી સ્થિતી જાણકારવર્ગ જોઈ રહયો છે.ડીસી શ્રી પાટીલની છબી કાસેઝ પ્રશાસન, સરકાર અને સાચા યુનિટધારકોના હિતમાં કડક નિર્ણયો લેનારા અધિકારી તરીકેની રહી છે. જોકે, તેમનો કાર્યકાળ ૨૭મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.જાણકારો કહી રહ્યા છે કે શ્રી પાટીલને એકસટેશન આપવાના બદલે તેમના સ્થાને દિલ્હીથી અધિકારીને મુકવામા આવી રહ્યા છે અથવા તો આવી ચુકયા છે..ડીસી પાટીલની કડક કાર્યવાહીથી સ્મગલિંગ ગેંગ અકળાઈ ગઈ હોવાથી ઉચ્ચ સ્તરેથી રમત રમાઈ હોવાની આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે. જાણકારો કહી રહ્યા છે કે શ્રી પાટીલ દ્વારા તો તેમની બે દીવસની મુલાકાત દરમ્યાન ઝોનમાં કન્ટેઈનર ડીટીએ ન થાય, આધોઈકાંડની ઘટનાનુ પુનરાવર્તન ન થાય, તે માટે જોનમાં ઈન-આઉટ થતા કન્ટઈનરમાં યુનિટોની જવાબદારી ફીટ થાય તે પ્રકારની ડીજિટલ નવી વ્યવસ્થાઓ પણ વિકસાવવાની તૈયારી કરી રહ્યા હતા. જાણકારો કહે છે કે, આ મટે હવે આ પ્રકારની ચોરી અટકાવવા કાસેઝ પ્રશાસન દ્વારા તમામ યુનિટો માટે કન્ટેનર ઈન-આઉટ પર ડીજિટલી બાજ નજર રાખવા ખાસ સોફ્ટવેર ડેવલપ કરવાની સૂચનાઓ અપાઈ રહી હતી, જેથી રીઅલ-ટાઈમ ટ્રેકિંગ કરી શકાય.હવે આ બધાયની વચ્ચે તેમને એકસેટેનશન આપવાના બદલે અન્ય અધિકારીને કમાન સોપાઈ છે ત્યારે ફરીથી દાણચોર બોડીને મોકળુ મેદાન મળી જશે તેવી ભીતી સેવાઈ રહી છે.
.......

Comments