Trending News
સ્થાનિક સમાચાર

વાગડ પટ્ટામાં બેફામ ખનીજચોરી- ઓવરલોડ વાહનોનો ત્રાસઃ  રોડ-રસ્તા અને બ્રિજ બન્યા બિસ્માર : તંત્ર કેમ છે અંધારામાં?

29 July

ઓવરલોડ ખનીજ-મીઠા ધમધમાવનારથી જ કરો વસુલાત.!





ભચાઉ મહેસુલતંત્ર, પોલીસ વિભાગ, આરટીઓ સહિતનાઓ કેમ દેખાય છે સુસ્ત? ઓવરલોડ દોડતા વાહનોથી રોડ-રસ્તા કે પુલને થતી નુકસાની બાબતે આવા જ ખનીજમાફીયાઓ કે મીઠામાફીયાઓથી જ કેમ નથી કરવામ આવતી કડક વસુલાત?


ખનીજ-રેતી-મોરમ-માટી અને મીઠા ભરેલા ઓવરલોડ ડમ્પરો દીવસ-રાત આડેધડ દોડતા કાયદાના લીરેલીરા : પોલીસ અને મહેસૂલ તંત્રની કુંભકર્ણ નિંદ્રા સામે ઉઠતા ગંભીર સવાલો



ગાંધીધામ : કચ્છના વાગડ પટ્ટામાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલી ખનીજચોરી અને નિયમો નેવે મૂકીને દોડતા ઓવરલોડ વાહનોના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખનીજ અને મીઠું ભરીને આડેધડ દોડતા ભારેખમ ડમ્પરો અને ટ્રકોના કારણે વિસ્તારના રોડ-રસ્તા તેમજ બ્રિજ તૂટીને બિસ્માર બની ગયા છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ આકરા પગલાં ન ભરાતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસ-રાત જોયા વિના બિનધાસ્તપણે દોડતા આ ઓવરલોડ વાહનો સામે કાયદાનો કોઈ ભય રહ્યો હોય તેમ લાગતું નથી. જાહેર માર્ગો અને પુલોને નુકસાન પહોંચાડી રહેલા આ વાહનચાલકો તેમજ ખનીજમાફિયાઓ સામે આખરે આકરી કાર્યવાહી (લાલ આંખ) કેમ કરવામાં આવતી નથી? તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.જો ઉચ્ચ સ્તરેથી જ આ 
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોય તો નીચેના નાના કર્મચારીઓ કાર્યવાહી કરવાની હિંમત કઈ રીતે દાખવી શકે?વાગડ પટ્ટામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સરકારી મિલકતોને થતા નુકસાનને અટકાવવા માટે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.


........


તંત્ર સામે ઉઠતા આકરા સવાલો

ગાંધીધામ : કુંભકર્ણ નિંદ્રામાં સ્થાનિક પ્રશાસન : ખનીજચોરી અને ઓવરલોડિંગનો આ ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવા છતાં પોલીસ વિભાગ, ખાણ-ખનિજ વિભાગ અને મહેસૂલી તંત્ર કેમ મૌન ધારણ કરીને બેઠા છે?
કોના આશીર્વાદ?ઃ બેફામ બનેલા ખનીજચોરોને આખરે કોના રાજકીય કે પ્રશાસનિક આશીર્વાદ પ્રાપ્ત છે કે તેઓ કાયદાની કોઈ પરવા કર્યા વિના પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે?મોટા અધિકારીઓની સંડોવણીની આશંકા :  વિસ્તારમાં ચર્ચાતી વાતો મુજબ, ઉચ્ચ પોલીસ કે અન્ય વિભાગના મોટા ગજાના અધિકારીઓની છૂપી સંડોવણી અથવા રહેમરાહત વગર આવી પ્રવૃત્તિઓ શક્ય જ નથી. 


.........


સુરજબારી ટોલનાકે વિરોધના નાટક બાદ કેમ સન્નાટો? વાગડમાં કાયદાનું શાસન સ્થાપવા ૈંઁજી પીયૂષ પટેલ જેવા અધિકારીની માંગ !



સ્થાનિક તંત્ર અને એજન્સીઓની મિલીભગતથી માથાભારે તત્વો બેફામ : અન્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં કલેક્ટર-પોલીસ તંત્ર લાચાર?



ગાંધીધામ : કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલનાકા પર અગાઉ મોટો વિરોધ અને હંગામો કર્યા બાદ આખરે તંત્ર અને વિરોધ કરનારાઓ કેમ એકાએક ‘ઠંડા’ થઈ ગયા? તે પ્રશ્ન હાલ સમગ્ર વાગડ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. કચ્છમાં પ્રવેશતા અને બહાર જતા ગેરકાયદેસર વ્યવહારો કે કાયદાના ઉલ્લંઘનને રોકવા માટે સુરજબારી ઉપરાંત અન્ય વૈકલ્પિક ચેકપોસ્ટ કેમ ઉભી કરવામાં નથી આવતી? તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.સ્થાનિકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, વાગડ વિસ્તારમાં અમુક માથાભારે તત્વો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ ટોલનાકાના સંચાલકો કે અન્ય સરકારી ચેકપોસ્ટની એજન્સીઓને પણ કાંઈ ગણકારતા નથી. ટોલનાકા પર અવારનવાર થતી ઘર્ષણની ઘટનાઓ અને ત્યારબાદ મામલો ‘રફે-દફે’ થઈ જવાની પદ્ધતિ પાછળ મોટું સેટિંગ કામ કરી રહ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.““સૌથી ગંભીર આક્ષેપ તો એવો લાગી રહ્યો છે કે, વર્તમાન સમયે તંત્રના ખાખી-પોલીસના જ અમુક જવાબદાર અધિકારીઓ જ આ માથાભારે તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ગુપ્ત રીતે ‘ભાગીદાર’ બની બેઠા છે! પરિણામે, આવા અધિકારીઓ કાયદાનું પાલન કરાવવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છે અને કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી.


.......


પીયૂષ પટેલ જેવા ‘ધાકડ’ પ્રોબેશનર અધિકારીની જરૂરિયાત

ગાંધીધામ : વાગડ અને રાપર-ભચાઉ પંથકમાં એક સમયે પ્રોબેશનર IPS અધિકારી તરીકે ફરજ બજાવી ગયેલા પીયૂષ પટેલની કડક અને લાકડા છાપ કામગીરીને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. તેમણે પોતાના ટૂંકા ગાળાના શાસનમાં જ વાગડ વિસ્તારમાં અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ પર કાયદાની ભારે ધાક બેસાડી દીધી હતી.“હાલની લથડતી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને સુધારવા માટે લોકમુખે માંગ ઉઠી રહી છે કે,કડક કમિટેડ અધિકારીઓની નિયુક્તિ હવે ખુબ જરૂરી બની રહી છે. વાગડ વિસ્તારમાં IPS પીયૂષ પટેલ જેવા જ નિકડર અને ધાકડ પ્રોબેશનર કે કડક છાપ ધરાવતા અધિકારીઓને મુકવામાં આવે.


........


નવા સરપ્રાઇઝ ચેકપોસ્ટ બનાવો
હપ્તાખોરી અને ભાગીદારી પર લગામ કસો

ગાંધીધામ : સુરજબારી સિવાયના તમામ વૈકલ્પિક રસ્તાઓ પર તાત્કાલિક અસરથી સઘન ચેકિંગ માટે નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે. જે અધિકારીઓ માથાભારે તત્વો સાથે મિલીભગત ધરાવે છે તેમની સામે ગુપ્ત વિજિલન્સ તપાસ કરીને કડક પગલાં લેવાય.જો વાગડમાં કાયદાનું શાસન પુનઃ સ્થાપિત કરવું હોય તો ગાંધીનગર ગૃહ વિભાગે તાકીદે રસ દાખવીને કડક અધિકારીઓની ટીમ અહી ઉતારવી પડશે, નહીંતર સંવેદનશીલ સ્થળોએ માથાભારે તત્વોની દાદાગીરી આમ જ ચાલુ રહેશે.
......


 

Comments

COMMENT / REPLY FROM