અંજાર નજીક લાખાપરમાં શરમજનક ઘટના : જૂની અદાવતમાં યુવકને જૂતાનો હાર પહેરાવી સરઘસ કાઢ્યુંઃ ૨૧ સામે ગુનો
અંજારઃ“અંજાર તાલુકાના લાખાપર ગામે જૂની વાતનું મનદુઃખ રાખી એક યુવક સાથે નિર્દયતાપૂર્વક વર્તન કરી, ઢોર માર મારી, જૂતાનો હાર પહેરાવી સરઘસ કાઢવાની શરમજનક ઘટના સામે આવી છે.“બનાવની વિગત મુજબ, કોટડા (ચાંદરાણી) ખાતે રહેતા દેવજીભાઈ નારણભાઈ બાલાસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ આરોપી કપિલ બાબુભાઈ વાઘેલા સાથે જાતિ વિષયક બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી આરોપી કપિલે ફરિયાદીને લાખાપર ગામે પોતાના ઘર પાસે બોલાવ્યા હતા. ત્યાં પૂર્વઆયોજિત કાવતરૂં રચી ૨૦ જેટલા લોકોના ટોળા સાથે ગેરકાયદે મંડળી રચી ફરિયાદીને કલાક સુધી અટકાયતમાં રાખ્યા હતા.આરોપીઓએ ફરિયાદીને માર મારી, કપડાં ફાડી નાખી, બૂટ-ચંપલનો હાર પહેરાવી ગામમાં આવેલ મંદિર સુધી ફેરવી અમાનવીય વર્તન કર્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ, સમાજના આગેવાનો અને ગ્રામજનોએ હિંમત આપતાં અંજાર પોલીસ સ્ટેશનમાં કપિલ વાઘેલા અને ૨૦ અજાણ્યા શખ્સો સામે મ્દ્ગજી કલમ ૬૧(૨), ૧૮૯(૨), ૧૨૭(૨), ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
......

Comments