Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ અપહરણ-ખંડણી કાંડમાં રહસ્યના આટ્ટાપાટ્ટા યથાવતઃ જાવેદને દબોચો : યુએસડીટી સ્કેનર પોલીસ ઝડપથી બ્લોક કરે.!

29 July

અપહરણ યુવાન દિલીપ કેમ ફરીયાદી નથી બનતો? તેનું કારણ શું છે?



રાજ ધનવાણીને યુએસડીટીનું સ્કેનર જાવેદ-હર્ષને આપ્યુ, તેની માન્યતા કેટલી છે? રાજ ધનવાણીએ આ રીતે અન્ય કેટકેટલાને બારોબાર હવાલાઓ પાડવા સ્કેનર આપેલા છે?  જાવેદ પાસે સાડા પાંચ કરેાડની પુરતી રકમ છે કે તેમાથી એકાદ કરોડ રાજ ધનવાણી ખાઈ ગયો છે? કેમ આ બધાય મુદાઓ હજુય તપાસથી દુર રહ્યા છે? 

હર્ષ અને જાવેદની ટોળકીએ અપહરણના રચેલા આ આયોજનબદ્ધ પૂર્વ નિયોજીત કાવતરામાં દિલીપનો શું રોલ છે? દુબઈ બેઠેલ લાલો સાડા પાંચ કરોડ રૂપીયા જાવેદ સુધી કઈ ચેનલ મારફતે ટ્રાન્સફર કર્યા? 

ગુનાહિત આયોજનમાં અપહૃત યુવાનનો રોલ શું? મૌન પાછળ વહેતી ચર્ચા : અધરોઅધર ટ્રાન્સફર થયેલા કરોડો રૂપિયા ભારતીય કરન્સીમાં કોણે કન્વર્ટ કર્યા? :શબ્બીરને ફસાવી જાવેદ છૂમંતર? સ્કેનર બ્લોક કરાવવા પોલીસ સામે સવાલ : તેલચોરીના ૧૫-૨૦ લાખના હપ્તાથી લઈને આ કાંડ સુધીઃ જીઁ કક્ષાની તપાસની માગ : ગાંધીધામના વિશાલ ચિબ્બાની આઈડી અને ગોવા કેસિનોમાં ઉડેલા લાખો રૂપિયાનું રહસ્ય રિકવરી માત્ર લાખોમાં! ઼ સાડા પાંચ કરોડ ક્યાં વહી ગયા? સ્કેનર બ્લોક નહીં થાય તો જાવેદ નહીં પકડાય!

જાવેદ પાસે સાડા પાંચ કરોડ રૂપીયા આવ્યા બાદ યુએસડીટી રકમને ભારતીય રૂપીયામાં ફેરવવા રાજને તેણે પહેલા ૪૦થી ૪પ લાખ અને તે બાદ ૬૦ લાખ યુએસડીટી ટ્રાન્સફર કર્યા તેનું રાજે શું કર્યુ? આ અધરોઅધર આવેલ યુએસડીટીની રકમ ભારતીય રૂપીયામાં કોણ કન્વર્ટ કરી દેવાનુ હતુ? : કે પછી રાજે ૪પ લાખ રૂપીયા પ્રથમ ક્રીકેટના ગાંધીધામના મોટા સટ્ટોડીયા વિશાલ ઉર્ફે ચિબ્બા પાસેથી ગેરકાયદેસર આઈડી લઈ અને ગેમ્બલ કરી દીધા અને હારી ગયો? તે બાદના ૬૦ લાખ પણ જાવેદથી મંગાવી અને ગોવામાં કેશીનોમાં હારી ગયો કે શું?

પોલસે આરોપીઓ સાત પકડયા, જાવેદ સહિતના ત્રણ ફરાર છે, આઠ દસ લાખ રૂપીયા જ રીકવર થયા છે, સાડા પાંચ કરોડ રૂપીયાની રીકવરીનું શું? વેળાસર જ જાવેદ પાસે યુએસડીટીનું સ્કેનર છે તેને બ્લોક કરાવવુ જોઈએ, એ સ્કનર બ્લોક થશે તો જ જાવેદ પોલીસના હાથે આવશે, આ ઉપરાત પકડાયેલઓમાં ઈબ્રાહીમ-લચ્છુ સહિતનાઓની શું ભુમિકાઓ છે? શબ્બીરને ફસાવીને જાવેદ બધુ જાણતો હોવા છતા છુમંતર થઈ ગયો એવુ તો નથી બન્યુ ને?


ખાખીધારીઓ પણ કોઈ જાવેદ પર સીધા કે પરોક્ષ રીતે ૪ હાથ નથી ધરાવતાને? જાવેદ તેલચોરીમાં પણ અગાઉ રહી ચુકયો છે ચકચારી, તે વખતે પણ આ જાવેદને હેમખેમ છોડી મુકવા માટે ૧પથી ર૦ લાખ રૂપીયા કયા ભ્રષ્ટ ખાખીધારીએ લઈ લીધા હતા? એસપીશ્રી આ કેસમાં પણ ધ્યાન આપે, કયાંક ને કયાંક જાવેદ-હર્ષની ગોઠવણીમાં અગાઉથી જ કોઈ ખાખીધારી પણ સંડોવાયેલ નથી રહ્યો ને?



ગાંધીધામઃ ચકચારી ગાંધીધામ અપહરણ અને ખંડણી કાંડમાં દિન-પ્રતિદિન નવા વળાંકો સામે આવી રહ્યા છે. શહેરના ભરચક વિસ્તારમાં દીનદહાડે એક વેપારીનું ખંડણીના ઈરાદે અપહરણ કરવામા આવ્યુ હતુ અને આ ગંભીર બનાવમાં પોલીસે સાત જેટલા આરોપીઓને પકડયા છે તો નવથી દસ લાખની રકમ રીકવર કરઈ છે પરંતુ વેપારીનું અપહરણ કરી અને સાડા પાંચ કરોડની ખંડણી લઈ છુમંતર થઈ જનાર મુખ્ય આરોપી જાવેદ સહિત ત્રણ શખ્સો હજુય ફરાર છે. ત્યારે હવે શહેરના પ્રબુદ્ધવર્ગમાં તરેહ તરેહના સવાલો થવા પામી રહ્યા છે. સમગ્ર મામલે હજુ પણ અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાવવાનો બાકી છે ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અપહૃત યુવાન દિલીપ પોતે જ કેમ આ મામલે ફરિયાદી બનવાનું ટાળી રહ્યો છે? હર્ષ અને જાવેદની ટોળકીએ રચેલા આ આયોજનબદ્ધ અને પૂર્વ-નિયોજિત કાવતરામાં આખરે દિલીપનો શું રોલ છે? આ 
ઉપરાંત, દુબઈ બેઠેલા લાલાએ સાડા પાંચ કરોડ રૂપિયા જાવેદ સુધી કઈ ચેનલ મારફતે ટ્રાન્સફર કર્યા, તે અંગે પણ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.સવાલો તો ઘણા થવા પામી રહ્યા છે, જાવેદ કે જેની પાસે સાડા પાંચ કરેાડ રૂપીયા પહોચી ગયા છે, તેને ઝડપથી પોલીસે ઝડપવો જોઈએ. એ ઉપરાંત તેની પાસે રહેલા સાડા પાંચ કરોડ રૂપીયાના વપરાશ કરવા વાળુ યુએસડીટી સ્કેનર છે તે વેળાસર જ બ્લોક કરવુ જોઈએ તે કાર્ય કરતુ બંધ થાય તો જ જાવેદ રજુ થવા પામશે બાકી તો પાંચ કરોડ રૂપીયા જયા સુધી વપરાશે નહી ત્યા સુધી જાવેદ ખાખીના હાથે સરળતાથી લાગે તેમ તો જણાતુ નથી તેમ જાણકારો કહી રહ્યા છે. આ 
ઉપરાંત પકડાયેલા આરોપીઓ પૈકી ઈબ્રાહીમ અને લચ્છુ સહિતનાઓની આ ગુનામાં શું ભૂમિકા હતી? શું શબ્બીરને મોહરું બનાવી ફસાવીને જાવેદ બધું જાણતો હોવા છતાં છૂમંતર થઈ ગયો છે? તે દિશામાં પણ ઊંડી તપાસ જરૂરી છે.

..........


રાજ ધનવાણીની ભૂમિકા અને સાડા પાંચ કરોડનું કોયડું!


ગાંધીધામ : રાજ ધનવાણીએ જાવેદ અને હર્ષને ેંજીડ્ઢ્‌નું જે સ્કેનર આપ્યું હતું, તેની માન્યતા કેટલી છે તે તપાસનો વિષય બન્યો છે. સવાલ એ પણ છે કે રાજે આ રીતે અન્ય કેટકેટલા લોકોને બારોબાર હવાલા પાડવા માટે સ્કેનરો આપેલા છે? શું જાવેદ પાસે ખરેખર સાડા પાંચ કરોડની પૂરેપૂરી રકમ પહોંચી છે કે પછી તેમાંથી એકાદ કરોડ રૂપિયો રાજ ધનવાણી પોતે જ હજમ કરી ગયો છે? આ તમામ મુદ્દાઓ હજુ સુધી પોલીસ તપાસથી દૂર કેમ રહ્યા છે તેને લઈને ભારે આશ્ચર્ય ફેલાયું છે.

.........


કોઈ ભ્રષ્ટ ખાખીધારીના જાવેદ પર ૪ હાથ તો નથી ને?


તેલચોરીના કેસમાં જાવેદને હેમખેમ  છોડી દેવા કયા ભ્રષ્ટ ખાખીધારીએ ૧પ-ર૦ લાખ સેરવી લીધા હતા? જો ઉચ્ચ અધિકારીઓ આટલી તપાસ કરશે તો પણ જાવેદ જેવાને માફીયો બનાવાની હિમત કેાણે કોણે આપી છે તેવા ભ્રષ્ટ ખાખીવાળાઓના નામો પણ બેનકામ થવાની સેવાય છે વકી


એસપીશ્રી આ કેસમાં પણ ધ્યાન આપે, કયાંક ને કયાંક જાવેદ-હર્ષની ગોઠવણીમાં 
અગાઉથી જ કોઈ ખાખીધારી પણ સંડોવાયેલ નથી રહ્યો ને?



ગાંધીધામ : ભૂતકાળમાં પણ જાવેદ તેલચોરીના ચકચારી કેસમાં સંડોવાયેલો રહ્યો છે. એ સમયે પણ આ જાવેદને હેમખેમ છોડી મૂકવા માટે રૂ. ૧૫થી ૨૦ લાખ જેટલી મોટી રકમ કયા ભ્રષ્ટ ખાખીધારીએ ખિસ્સામાં સરકાવી લીધી હતી? શું આ કેસમાં પણ જાવેદ અને હર્ષની આ ગોઠવણમાં અગાઉથી જ કોઈ ખાખીધારી સંડોવાયેલો છે કે કેમ? જાવેદ પર સીધા કે પરોક્ષ રીતે કોઈ ખાખીધારીના ચાર હાથ છે કે નહીં તે અંગે પૂર્વ કચ્છ એસપીશ્રી પોતે અંગત રસ દાખવી કડક તપાસ કરાવે તેવી લોકમાગ ઊઠી રહી છે.

..........


જાવેદનું સ્કેનર બ્લોક કરો તો જ હાથમાં આવશેઃ 
૫.૫ કરોડની રિકવરીનું શું?



ગાંધીધામ : આ કેસમાં પોલીસે અત્યાર સુધી ૭ આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ મુખ્ય સૂત્રધાર જાવેદ સહિત ૩ આરોપીઓ હજુ પણ ફરાર છે. બીજી તરફ, પોલીસ દ્વારા માત્ર ૮થી ૧૦ લાખ રૂપિયા જેવી નજીવી રકમ જ રિકવર થઈ છે, તો બાકીના સાડા 
પાંચ કરોડ રૂપિયાની રિકવરીનું શું?જો વેળાસર જ જાવેદ પાસે રહેલું ેંજીડ્ઢ્‌નું સ્કેનર બ્લોક કરાવવામાં આવે, તો જ જાવેદ પોલીસના હાથે ઝડપાઈ શકે તેમ છે.

.........


૪૫ લાખ ક્રિકેટના સટ્ટામાં અને ૬૦ લાખ ગોવાના કેસિનોમાં હોમાયા?


ગાંધીધામ : મળતી માહિતી મુજબ, જાવેદ પાસે સાડા પાંચ કરોડ રૂપિયા આવ્યા બાદ ેંજીડ્ઢ્‌ રકમને ભારતીય રૂપિયામાં ફેરવવા માટે તેણે રાજને પહેલાં ૪૦થી ૪૫ લાખ અને ત્યારબાદ બીજા ૬૦ લાખ ેંજીડ્ઢ્‌ ટ્રાન્સફર કર્યા હતા. તો આ રાજે એ રકમનું શું કર્યું? અધરોઅધર આવેલી આ ેંજીડ્ઢ્‌ની રકમ ભારતીય રૂપિયામાં કોણ કન્વર્ટ કરી આપવાનું હતું? ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે રાજે પ્રથમ ૪૫ લાખ રૂપિયા ગાંધીધામના ક્રિકેટના મોટા સટ્ટોડિયા વિશાલ ઉર્ફે ‘ચિબ્બા’ પાસેથી ગેરકાયદેસર આઈડી લઈને જુગારમાં હારી ગયો હતો? અને તે પછી જાવેદ પાસેથી મંગાવેલા બીજા ૬૦ લાખ રૂપિયા ગોવાના કેસિનોમાં ઉડાવી દીધા કે શું?

.........

Comments

COMMENT / REPLY FROM