જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને શાંતિ સુંદર સ્મૃતિવનના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું
ભુુજ - કચ્છઉદય : ભુજના મુન્દ્રા રોડ રિલોકેશન સાઈટ અને પ્રમુખ સ્વામીનગર શેરી નં.૪ સિદ્ધિ વિનાયક નગર પાસે આવેલ શાંતિ સુંદર સ્મૃતિવનમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ, પુનિતવન ગ્રુ, સનાતન ચોક ગ્રુપ અને રહેવાસીઓ દ્વારા શાંતિ વનમાં વૃક્ષારોપણ કરાયું હતું. આસોપાલવ, જાંબુ, જામફળ, લીમડો, પક્ષીઓને ઉપયોગી વીસીેક જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના પ્રમુખ અભિલાષભાઈ મહેતા સાથે અન્ય પદાધિકારીઓ, જયસિંહ પરમાર, અરૂણભાઈ જોષી, નિષદભાઈ મહેતા, પ્રદિપભાઈ જોષી, હરિલાલ યાદવ, વિનોદભાઈ ગોર, તરૂણભાઈ કોંઢીયા, અબ્દુલભાઈ ખોજા, મહેશભાઈ, કનુભાઈ રાવલ, કિરીટસિંહ જાડેજા, રાજેશભાઈ સોની, ભુપેન્દ્રભાઈ મહેતા, વાલાભાઈ ગઢવી, પરેશભાઈ ગઢવી, ભરતભાઈ સોની, જમનાદાસભાઈ પોમલ, સનાતન ચોકના મહેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ મોખા, હરિદાન રાજવીર ગઢવી, વસંતભાઈ જોષી, ભરતભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ સંરક્ષણ દિવસે જ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. શાંતિવનમાં કનુભાઈ રાવલ દ્વારા બાળકો માટે હિંચકા, લપસણી, અન્ય રમતગમતના સાધનો વસાવવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો. લોકફાળો અથવા દાતા મળેથી વ્યવસ્થા થશે.
---------

Comments