જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ચેમ્પિયન
ભુજ - કચ્છઉદય : માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે શાળાનું નામ રોશન કરીને અદ્દભૂત સિદ્ધિ હાસિલ કરી છે. જિલ્લાકક્ષાની હેન્ડબોલ અંડર-૧૪માં કુલ્લ ૪ ટીમમાંથી ગાંધીધામ ગુરુકુળ સામે માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ૧-૧રના સ્કોરથી વિજેતા થઈ હતી, અંડર-૧૭ કુલ્લ ૪ ટીમમાંથી સરસ્વતી સહયોગ વિદ્યામંદિર સામે માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ૧૯-૨ના સ્કોરથી વિજેતા થઈ હતી તથા અંડર-૧૯માં કુલ્લ ૪ ટીમમાંથી શ્રી હરી વિદ્યામંદિર રામપર - વેકરા સામે માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ૨૮-૦ના સ્કોરથી વિજેતા થઈ હતી. સ્પર્ધામાં શાળાના હોનહાર વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન પદ મેળવ્યું છે. વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થા પરિવારવતી તમામ વિજેતા ખેલાડીઓ અને તેમને રાત-દિવસ સખત મહેનત કરાવી સજ્જ કરનાર વ્યાયામ શિક્ષકમિત્રો અભિનંદન પાઠવાયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખો, ટ્રસ્ટીઓ, આચાર્ય અને ગૃહપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને જીવનમાં સતત આગળ વધવા માટે ખાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
-----

Comments