Trending News
સ્થાનિક સમાચાર

માંડવી તાલુકાના ૧૮ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

28 July


ભુજ - કચ્છઉદય : વિરાયતન વિદ્યાપીઠ ખાતે બી આર સી ભવન માંડવી આયોજિત નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના હાથે ૧૮ શિક્ષકો જેમને ધોરણ ૨ના તમામે તમામ વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણનમાં નિપુણ કર્યા હોય એવા શિક્ષકોનું સન્માન ટાટા પાવર કોમ્યુનિટી ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને બીઆરસી મેહુલભાઈ શાહની પ્રેરણાથી નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ૧૮ શ્રેષ્ઠ શિક્ષકો, ૨ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા શિક્ષકો અને ત્રણ દાતાનું સન્માન સંજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયા, સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઈ જૈન, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ જાદવ, કિશોરભાઈ વેકરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, મેહુલભાઈ શાહ, દાતાઓમાં ટાટા પાવરમાંથી અન્નપૂર્ણાબેન, ભારત વિકાસ પરિષદ ડો.વેણુબેન મુકેશભાઈ વાસણી ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ વિજેતા શિક્ષકોમાં પદ્માબેન પટેલ, નેહાબેન ગઢવી, માણશીભાઈ ગઢવી, નિશાબેન છત્રાળા, સુમનકુમાર પટેલ, ગુલાબભાઈ અદેપાલ, કુસુમબેન પટેલ, જુગનીબેન નાથાણી, વલુબેન રબારી, સંગીતાબેન રાજગોર, મહેશ્વરીબેન રાવળ, લતાબેન પ્રજાપતિ, સોનલબેન ગઢવી, ભરતકુમાર પટેલ,અ મૃદુલાબેન રાજગોર, તેજસ પુરોહિત, કોમલબેન ગઢવી, અજયકુમાર ગોકુલગાંધીનું શિલ્ડ તથા મોમેન્ટોથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક સમાજ માંડવી દ્વારા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ શિક્ષકોને આર્થિક પુરસ્કાર આપી સન્માનિત કરી બીઆરસી માંડવીની કામગીરીને બિરદાવી હતી.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સંજયભાઈ પરમારે વધુમાં વધુ શિક્ષકો ધોરણ ૨ના વર્ગના વિદ્યાર્થીઓને ૧૦૦% વાંચન લેખન ગણન કરાવે એ માટે પ્રેરણા આપી શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. સાથે ખાનગી શાળામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એ માટે ગૌરવની લાગણી અનુભવી હતી. માંડવી તાલુકાની સમગ્ર ટિમને ગુજરાત રાજ્યમાં પ્રથમ પહેલ કરનાર માંડવીને કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે જ્યોત્સનાબેન ભેદા અને કાનજીભાઈ મહેશ્વરીનું પણ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ શાહ, સંજયભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ, જતીનભાઈ પેથાણી, ગૌરાંગભાઈ સોમૈયાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન યોગેશભાઈ ભટ્ટ તથા આભારવિધિ જ્યોત્સનાબેન ભેદાએ કરી હતી.
------

Comments

COMMENT / REPLY FROM