Trending News
સ્થાનિક સમાચાર

ડીપીટીએ ધ્વજદિન ભંડોળમાં ર૦ લાખનું આપ્યું અનુદાન 

28 July



ગાંધીધામ - કચ્છઉદય : દિન દયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા દેશના જવાનોની કલ્યાણકારી પ્રવૃતિઓ માટેના સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂા. ૨૦,૦૦,૦૦૦નો માતબર ફાળો આપી ભંડોળમાં સહયોગ આપવામાં આવ્યો હતો. 
આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન હંમેશા આપતી રહી છે. ભારતીય સેના દેશનાં સીમાળાઓની સુરક્ષા કરતા કરતા હસતા મુખે શહાદત વહોરી લે છે અને દેશની આંતરિક કુદરતી કે બિન કુદરતી આપદાઓની ઘડીમાં પણ નાગરિક પ્રશાસનને જરૂરી મદદ અને સહાયતા પહોચાડવા હરહમેશ અગ્રેસર રહી છે. સશસ્ત્ર દળોએ યુધ્ધ અને શાંતિ બંને સમયે રાષ્ટ્રની સેવા કરી દેશની પ્રાદેશિક અખંડીતતાનું રક્ષણ સુનિશ્ચિત કર્યું છે. માતૃભૂમિનાં રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનુ સર્વોચ્ચ સમર્પીત કરતા આપણા શુરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શીત કરવા અને તેમના માટેની વિવિધ કલ્યાણકારી પ્રવ્રુતીઓ અને યોજનાઓના સંચાલનને વેગ મળે તે માટે દિન દયાલ પોર્ટ ઓથોરીટી ગાંધીધામ તરફથી રૂા. ૨૦ લાખનો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં આપવામાં આવ્યો હતો. કચ્છ જીલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને મદદ. જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી હિરેન લીમ્બાચીયાએ આ પ્રસંગે દિન દયાલ પોર્ટ ઓથોરીટી ગાંધીધામનો આભાર વ્યક્ત કર્યો હતો. જીલ્લાની વિવિધ સંસ્થાઓ અને નાગરીકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા વિનંતિ કરી છે. જિલ્લાના નાગરિકો અને સંસ્થાઓ આ ફાળો ભુજ જીલ્લાની, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪,  બહુમાળી ભવન, ભુજ (ફોન ૦૨૮૩૨ - ૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ, ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટથી કલેકટર અને પ્રમુખ, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” ખાતે જમા કરાવી શકે છે તેવું યાદીમાં જણાવ્યું છે.
-----

Comments

COMMENT / REPLY FROM