Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાની ભૂખી નદી માં ખનિજચોરીનો પર્દાફાશ :  ૪૦ લાખનો મુદ્દામાલ તો ઝડપાયો, પણ ‘માફિયા આકાઓ’ કોણ?

28 July





પ્રાગપર પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના સપાટા બાદ અનેક સવાલો : કરોડોની રેતી ક્યાં વણાવાઈ? મૂળિયાં સુધી તપાસ જરૂરી


મુંદરા : મુંદરા તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ભૂખી નદીના પુનર્જીવન અને નવસર્જનના ચાલી રહેલા ભગીરથ કાર્ય વચ્ચે નદીપટ્ટમાંથી રેતી ચોરી કરતા ખનિજ માફિયાઓ પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી (પૂર્વ કચ્છ)ની ટીમ તથા પ્રાગપર પોલીસે સંયુક્ત દરોડો પાડી સાદી રેતીનું બિનઅધિકૃત ખનન ઝડપી પાડી રૂપિયા ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
મુન્દ્રા તાલુકામાં ‘ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર’ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહયોગથી ભૂખી નદીને નવસાધ્ય કરવાનો મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સફાઈ અને સમથળ કરવાના કામ દરમિયાન નીકળેલી રેતી નદીપટ્ટની બાજુમાં રખાઈ હતી. રાત્રિના સમયે તેમજ કામ બંધ હોય ત્યારે સ્થાનિક ખનિજચોરો વાહનો વડે આ રેતી ચોરી રહ્યા હતા.કચ્છ કલેક્ટર અનિલ રણાવસિયાની સૂચનાથી સોમવારે મોટા કપાયા પાસે ભૂખી નદી પટ્ટમાં તપાસ હાથ ધરી એક લોડર અને એક ડમ્પર (કિંમત અંદાજે ૪૦ લાખ) ઝડપી પાડી વાહનોને પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરાયા છે. ત્રણ દિવસ પહેલાં પણ અહીંથી રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટર ઝડપાયા હતા.


..........


કચ્છ ઉદયના અહેવાલ પર ત્વરિત એક્શન

રેતી ચોરી પર ખાણ-ખનીજ અને પોલીસની ત્રાટક ‘કચ્છ ઉદય’ના ચોંકાવનારા અહેવાલના બીજા જ દિવસે તંત્ર હરકતમાં આવ્યું; મુન્દ્રાની ભૂખી નદીમાં કચરો હટાવવાના નામે ચાલતી કરોડોની રેતી ચોરી પર ખાણ-ખનીજ વિભાગ અને પ્રાગપર પોલીસે દરોડો પાડી ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો.

.........


ગંભીર સવાલો : આખરે આ કૌભાંડના ‘મુખી’ કોણ?


મુંદરા : પ્રાગપર પોલીસ અને પૂર્વ કચ્છ ખાણ-ખનીજ વિભાગે ત્વરિત કાર્યવાહી કરી તે સરાહનીય છે, 
પરંતુ આ ઘટના અત્યંત ગંભીર વળાંક દર્શાવે છે. માત્ર વાહનો કે ડ્રાઇવરોને પકડી લેવાથી સંતોષ માની શકાય તેમ નથી. લોકમુખે ચર્ચાતા કેટલાક અણઉકેલાયેલા પ્રશ્નો તંત્ર સામે સવાલો ઊભા કરે છેઃ
      ૧.ચોરી ક્યારથી ચાલતી હતી? આ ખનિજચોરી માત્ર એક-બે દિવસનો ખેલ નથી, પરંતુ લાંબા સમયથી બિન્દાસપણે ચાલી રહી હતી.૨. રેતીનો વપરાશકર્તા કોણ? નદીપટ્ટમાંથી કિંમતી રેતી ઉલેચીને ક્યાં પહોંચાડવામાં આવતી હતી? કયા બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે પ્રોજેક્ટ્‌સમાં આ ચોરાયેલી રેતી વપરાઈ રહી હતી? ૩.કેવડું મોટું નુકસાન? અત્યાર સુધીમાં ભૂખી નદીમાંથી કેટલી કરોડો રૂપિયાની રેતી ચોરાઈ ગઈ અને તેનાથી સરકારી તિજોરીને કેટલો ચૂનો લાગ્યો?હદ વિસ્તાર બહાર હોવા છતાં પ્રાગપર પોલીસે ખનિજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે, 
પરંતુ હવે વહીવટી તંત્ર વધુ સજાગ બને તે સમયની માગ છે. માત્ર લોડર કે ડમ્પર સીઝ કરવા પૂરતી તપાસ સીમિત ન રહેતા, ભૂખી નદીમાંથી બિન્દાસપણે કરોડોની રેતી ચોરી કરનારા અસલી માફિયા આકાઓ અને આખા કૌભાંડના મૂળિયાં સુધી પોલીસ અને ખનીજ વિભાગ પહોંચે તો જ આ દૂષણ કાયમી ધોરણે નાબૂદ થશે.
........



કામ કરતી સંસ્થા બેખબર કે સંડોવાયેલી?



મુંદરા :આ સમગ્ર કૌભાંડ વચ્ચે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છેઃ
 * ચોર કોણ?ઃ ભૂખી નદીમાંથી રાતોરાત કરોડોની કિંમતી રેતી ઉઠાવી જનારા આ ખનિજ માફિયાઓ આખરે કોણ છે?
 * સંસ્થાની ભૂમિકા?ઃ નદી નવસર્જનનું કામ સંભાળી રહેલી એજન્સી/સંસ્થા આટલી મોટી ચોરીથી અજાણ કેમ રહી ગઈ?
 * શું સંડોવણી છે?ઃ રેતી ચોરીના આ ખેલમાં સંસ્થા કે તેના જવાબદારોની સીધી કે પરોક્ષ રીતે કોઈ મિલિભગત છે કે કેમ?
સ્થાનિકે અને અર્થશાસ્ત્રીઓમાં ભારે આક્રોશ છે કે, આ પૈસા પ્રજાના ટેક્સના છે અને તેને આ રીતે લૂંટાવા ન દઈ શકાય. પ્રોજેક્ટના તબક્કાવાર આગળ વધવા સાથે સી.એસ.આર. ફંડમાંથી કરોડો રૂપિયાના હપ્તા રિલીઝ થવાના હોય છે. તેથી, જ્યાં સુધી આખી રેતી ચોરીની તટસ્થ તપાસ ન થાય, કસૂરવાર માફિયાઓ અને સંસ્થાઓ સામે આકરા પગલાં ન લેવાય ત્યાં સુધી ડ્ઢઁછ કંડલા પોર્ટ ટ્રસ્ટે આ પ્રોજેક્ટનું ઝ્રજીઇ ફંડ તુરંત અસરથી સ્થગિત કરી દેવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે કરોડોના ખનીજ કૌભાંડ બાદ કંડલા પોર્ટ પ્રશાસન અને ઉચ્ચ વહીવટી તંત્ર આ બાબતે ક્યારે સજાગ બનીને લાલ આંખ કરે છે!


 

Comments

COMMENT / REPLY FROM